Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પટેલ કારખાનેદારને છરી બતાવી કારની લૂંટમાં વધુ એક પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે સોહીલ દોણકીયાને ભગવતીપરામાંથી દબોચ્યો

રાજકોટ : ભકિતનગર સર્કલ પાસે મધુરમ પાર્ક-ર માં રહેતા પટેલ કારખાનેદાર રાહુલભાઇ સુરેશભાઇ રામાણી (ઉ.વ.૨૮) ને ગત તા. ૩૦/૬ ના રોજ કાલાવડરોડ પર બેકબોન સામે ચાર શખ્સોએ છરી બતાવી રૂા ૫.૭૫ લાખની હોન્ડા સીટી કારની લૂંટ ચલાવવાના બનાવમાં ક્રાઇમબ્રાચંના એ.એસ.આઇ. વિજયસિંહ ઝાલા, હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને યોગેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે યાસીન યુસુફભાઇ સાંધી (ઉ.વ.૧૯), ફીરોઝ હબીબભાઇ પઠાણ (ઉ.વ.૨૧) અને કબીર સીકંદરભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦) ને પકડી લીધા હતા. ત્રણેયની પુછપરછમાં ચોથા શખ્સનું નામ ખુલતા એસીપી જયદિપસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એમ. ઘાયાડા, એ.એસ.આઇ. વિજયસિંહ ઝાલા,  હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફીરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, સોકતખાન સહિતે બાતમીના આધારે સોહીલ અનવરભાઇ દોણકીયા (ઉ.વ.૧૯) (રહે. જયપ્રકાશનગર શેરીનં.૧૬, ભગવતીપરા) ને પણ પકડી લીધો હતો.

(3:49 pm IST)