Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કોર્પોરેશનની આરોગ્ય સમિતિ તથા સમસ્ત વાળંદ સમાજ દ્વારા કાલે 'માં વાત્સલ્ય કેમ્પ'

ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલનાં હસ્તે ઉદઘાટનઃ ચેરમેન જયમીન ઠાકરનું માર્ગદર્શન

રાજકોટ, પઃ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા ક્ષૌરકર્મ ધંધાદાર સમીતી સમસ્ત વાળંદ સમાજ રાજકોટ દ્વારા તા.૦૭/૦૭/૨૦૧૯ ના રવિવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે શાળા નં. ૪૭, લક્ષ્મીનગર, મહાદેવ વાડી, વાળંદ વાડીની બાજુમાં, રાજકોટ ખાતે માં વાત્સલ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પનું ઉદઘાટન ગોવિંદભાઈ પટેલ-(ધારાસભ્યશ્રી, રાજકોટ) કરાવવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે બીનાબેન આચાર્ય – (મેયરશ્રી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેશે.)

આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન  જયમીન ઠાકર દ્વારા વધુમાં જણાવવામાં આવેલ છે કે સરકારશ્રીના નિયમનુસાર વાર્ષિક કૌટુંબિક આવક રૂ. ૪.૦૦ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબોને માં વાત્સલ્ય કાઢી આપવામાં આવે છે. ઙ્કમા વાત્સલ્યઙ્ખ યોજના હેઠળ હૃદય ના ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના  ગંભીર રોગો, અકસ્માત ના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર(કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), દ્યૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બીમારીઓ તથા દાઝી ગયેલ ની બીમારી ની કુલ ૬૯૮ જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. માં વાત્સલ્ય યોજના હેઠળ રાજકોટ શહેરની પ્રાઈવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ એમ કુલ ૪૦ હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.

આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે મોહનભાઈ કુંડારિયા – (સંસદસભ્ય) રાજકોટ કમલેશભાઈ મીરાણી – પ્રમુખ, રાજકોટ શહેર ભા.જ.પ., નીતિનભાઈ ભારદ્વાજ (પ્રદેશ ભાજપ અગ્રણીશ્રી),  અરવિંદભાઈ  રૈયાણી – ધારાસભ્યશ્રી, રાજકોટ., માન. શ્રી લાખાભાઈ સાગઠીયા – ધારાસભ્યશ્રી, રાજકોટ, ભાનુબેન બાબરીયા  અંજલીબેન રૂપાણી ભીખાભાઈ વસોયા, અશ્વિનભાઈ મોલીયા (ડે. મેયર, રાજકોટ મ્યુ. કો.), દલસુખભાઈ જાગાણી (નેતાશ્રી શાસક પક્ષ, રાજકોટ મ્યુ. કો.),  અજયભાઈ પરમાર (દંડક રાજકોટ મ્યુ. કો.),  જીતુભાઈ કોઠારી ( મહામંત્રી,  રાજકોટ શહેર ભા.જ.પ.), દેવાંગભાઈ માંકડ (મહામંત્રી, રાજકોટ શહેર ભા.જ.પ.),  કિશોરભાઈ રાઠોડ (મહામંત્રી શ્રી, રાજકોટ શહેર ભા.જ.પ.),  જાગૃતિબેન મનસુખભાઈ ઘાડિયા – કોર્પોરેટર  વોર્ડ નં.૮, વિજયાબેન ઈશ્વરલાલ વાછાણી – કોર્પોરેટર  વોર્ડ નં.૮, રાજુભાઈ વાલજીભાઈ અદ્યેરા - – કોર્પોરેટર  વોર્ડ નં.૮, મહેશભાઈ રાઠોડ, રદ્યુભાઈ ધોળકિયા, નીતિનભાઈ ભૂત, વી.એમ.પટેલ, કાથડભાઈ ડાંગર – રમેશભાઈ ચાવડીયા વગેરે ઉપસ્થિત રહેશે.

આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે  અરવિંદભાઈ કે. સોલંકી – (પ્રમુખ ક્ષૌરકર્મ ધંધાદાર  સમીતી), નીતિનભાઈ એન. રાઠોડ – (ઉપપ્રમુખ ક્ષૌરકર્મ ધંધાદાર સમીતી), દેવુભાઇ કે. વાજા – (પ્રમુખ વાળંદ સેવા સમાજ), જગદીશભાઈ ભટ્ટી (પ્રમુખ વાળંદ જ્ઞાતિ મંડળ) વગેરે ઉપસ્થિત  રહેશે.

(3:48 pm IST)