Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મંગળવારે પાંચ વોર્ડના અર્ધા વિસ્તારોમાં પાણીકાપ

વોર્ડ નં. ૮, ૧૦, ૧૧, ૧ર, ૧૩માં પાણી કાપ જાહેરઃ વાલ્વ રીપેરીંગ-ટાંકાની સફાઇ અને મેન્ટેનન્સ માટે પાણી વિતરણ બંધ

રાજકોટ, તા., ૬:  શહેરનાં પાંચ વોર્ડનાં અડધો-અડધ વિસ્તારોમાં આગામી તા.૯ ને મંગળવારે પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે.

પાણીના ટાંકાની સફાઇ મેઇન્ટેનન્સ અને વાલ્વ રીપેરીંગ માટે આ પાણીકાપ અપાયાનું સતાવાર જાહેર થયું છે.

આ અંગે વોટર વર્કસ વિભાગની સતાવાર યાદીમાં જણાવાયું છે કે આજી ફિલ્ટર પ્લાન્ટ નં. ૩ પર વાલ્વ રીપેરીંગ કામ, મવડી (પુનીતનગર) પમ્પીંગ સ્ટેશન પર પાણીના ટાંકાની સફાઇની કામગીરી તથા ઇલેકટ્રીકલ-મિકેનીકલ મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય આગામી તા. ૯ જુલાઇને મંગળવારના રોજ મવડી (પુનીતનગર) પમ્પીંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં. ૮ (પાર્ટ), ૧૧ (પાર્ટ), ૧૦ (પાર્ટ), ૧ર અને ૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી.

(3:46 pm IST)