Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પુજીત ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર અને મહેંદીની કલા વિષે ટ્રેનીંગ કોર્ષ

રાજકોટ : શહેરના જરૂરીયાતમંદ બાળકો તથા મહિલાઓ તેમજ છેવાડાના વિસ્તારોમાં વસતા પરિવારો માટે વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતી સંસ્થા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વેકેશન દરમ્યાન સમર ટ્રેનીંગ કોર્ષનું આયોજન કરાયું હતું. ૧પ દિવસના ટ્રેનીંગ કોર્ષમાં બહેનોએ ઉમંગભેર ભાગ લીધો હતો. જેઓને તાલીમ આપવા માટે હીનાબેન આશરાએ સેવાઓ આપી હતી. તાલીમ પુર્ણ થયા બાદ બ્યુટી પાર્લરનાં વર્ગોમાં બ્રાઇડ અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં બ્યુટી પાર્લરનાં વર્ગોમાં પ્રથમ ક્રમાંકમાં દિપનાબેન પરેશભાઇ જાદવ, દ્વિતીય ક્રમાંકમાં માનસી જીતેન્દ્રભાઇ મુરાશીયા દ્વિતીય, તૃતિય ક્રમાંક જયોતિ ડાયાભાઇ ડાંગર તથા મહેંદી સ્પર્ધામાં રાધિકા રાજુભાઇ દેગામાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતાઓમાં સ્થાન મેળવ્યું હતું. સમર ટ્રેનીંગ કોર્ષમાં ભાગ લેનાર મહિલાઓને પ્રોત્સાહીત કરવા ગુંજન જોશી જ્જ તરીકે હાજર રહી અને વિજેતા સ્પર્ધકોને ઇનામોથી નવાઝયા હતાં. બાદમાં બહેનોને પોતાના રસના વિષયમાં નવું નવું શિખતા રહી શોખના વિષય દ્વારા જ સ્વનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ભાવેનભાઇ ભટ્ટએ કર્યુ હતું. તેમજ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, શિતલબા ઝાલા, હાજરાબેન બુંભાણી ઠેબા, રીનારાની શીંગ વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:45 pm IST)