Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પાંજરાપોળમાં ગૌ માતાને લાડુ-ખોળનું જમણઃ

અષાઢી બીજના શુભ દિવસ જૈન અગ્રણી નટુભાઇ શેટના સહયોગથી મહાજનશ્રીની પાંજરાપોળમાં ૨૫૦ કીલો લડવા ગૌમાતાઓને અર્પણ કરવામાં આવ્યા. આ ઉપરાંત ઇલાબેન જુઠાણી તરફથી ૮૦ કીલો ખોળ તથા સંજયભાઇ મહેતા તરફથી ૪૦ કીલો ખોળ આપવામાં આવ્યો. આ પ્રસંગે નટુભાઇ શેઠ દ્વારા પોતાની તબિયત સારી રહે તે માટે ગૌમાતાઓને પ્રાર્થના કરવામાં આવેલ હતી. પાંજરાપોળ વતી સંજયભાઇ મહેતાએ જેમ ઘઉં વાવવાથી ઘઉં ઉગે બાજરો વાવવાથી બાજરો ઉગે તેમ ભગવાન મહાવીર સ્વામીએ જણાવેલ છે કે અબોલ જીવોને શાતા આપવાથી શાતા અને સમાધિ મળે છે અને અશાતા અને અસમાધિ ઘટે છે કે પછી મટે છે. આ સેવાકીય કાર્યક્રમમાં રેસકોર્ષ પાર્ક ઉપાશ્રયનાં ટ્રસ્ટી કમલેશભાઇ મોદી, મહાજન પાંજરાપોળના હોદેદારો મુકેશભાઇ બાટવીયા તથા સંજયભાઇ મહેતા હાજર રહેલ હતા. સાથોસાથ ઉપેનભાઇ મોદી, યોગેશભાઇ શાહ, બકુલેશભાઇ રૂપાણી તથા અરૂણભાઇ દોશીએ કાર્યક્રમની સફળતા માટે અનુમોદના પાઠવેલ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિરેન્દ્ર સંઘવી, સુનિલ દામાણી, પારસ મોદી, હિતેશ દોશી, ભરત બોરડીયા, હિરેન કામદાર, નિખીલ શાહ, રક્ષિત શાહ, પારસ શાહ, હેમા મોદી તથા હીના સઘવી હાજર રહ્યા હતા. અંતમાં ગૌમાતાઓને માંગલીક ફરમાવવામાં આવેલ હતું.

(3:44 pm IST)