Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

પ્રજાલક્ષી વાસ્તવિકતાઓને સાકાર કરતું સર્વવ્યાપી બજેટઃ રાજુ ધ્રુવ

રાજકોટ, તા., ૬: ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, નોકરિયાતો તેમજ મધ્યમ વર્ગને ભારે રાહતો આપતા વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન પાઠવતા  રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, બજેટથી રીયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, શિક્ષણ તથા અન્ય સ્ટાર્ટ-અપ્સ બજારોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાશે અને દેશનાં અર્થતંત્રને વેગ મળશે. ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર, મહિલા સશકિતકરણની બાબતોને પ્રાધાન્ય આપવાની સાથે નિર્ધન અને મધ્યમ વર્ગોને શિક્ષણ, આરોગ્યની અનેકવિધ સુવિધાઓ સુલભ બનાવવાની મહત્તમ યોજનાઓ કેન્દ્ર સરકારના બજેટમાં જાહેર કરાઈ છે જેનો લાભ સમાજના તમામ લોકોને મળશે. કૃષિ, ગ્રામીણ વિકાસ, શિક્ષણ, રોજગારી અને આરોગ્ય આ પાંચ ક્ષેત્રો કોઈપણ સરકાર માટે અત્યંત પડકારરૂપ હોય છે પરંતુ નાણામંત્રીશ્રીએ પાંચેય પડકારોને પહોંચી વળવા અર્થતંત્રને કડવા ઔષધરૂપી આયોજન કરીને અભૂતપૂર્વ અંદાજપત્ર રજૂ કર્યું છે. એકંદરે સર્વવ્યાપી, સર્વપક્ષીય સર્વાગીણ રીતે અથંતંત્રને વિકાસની નવી ઉેંચાઇ આપતું બજેટ હોવાનું રાજુભાઇ ધ્રુવે જણાવ્યું છે.

(3:43 pm IST)