Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

બજેટથી દેશના સર્વગ્રાહી વિકાસને તીવ્ર ગતિ મળશેઃ ડો. કથિરિયા

રાજકોટ તા. ૬ : ભારત સરકારની વર્ષર૦૧૯-ર૦ ના કેન્દ્રીય બજેટને સહર્ષ આવકારતા અને નાણાંમંત્રી નિર્મલા સીતારામન તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવતા રાષ્ટ્રીય કામધેનું આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરિયાએ જણાવ્યું કે આ બજેટથી દેશના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર દ્વારા લેવાઇ રહેલી વિકાસની યાત્રાને એકદમ તિવ્ર ગતિ મળશે.

ગરીબ, કિસાન, મજદુર, વ્યાપારી, યુવા, મહિલા શિક્ષિત, ગ્રામ્ય, શહેરી, નેન્શનર કે સીનીય સીટીઝન્સ જેવા તમામ વર્ગોને ધ્યાને રાખી સમતોલ, સર્વગ્રાહી અને સર્વસ્પર્શી અને અપેક્ષિત બજેટ દ્વારા સર્વાગી વિકાસની દિશામાં આગેકુચ કરનારૂ બજેટ હોવાનું ડો. કથીરિયાએ જણાવેલ છે.

૪પ લાખ સુધીના મકાન ખરીદી પર હાઉસીંગ લોન વ્યાજ રૂ.ર  લાખને બદલે ૩.પ લાખ વ્યાજ મળશે. તેમજ નાના દુકાનદારોને પણ પેન્શન યોજનામાં સમાવેશ કરવાની વાત આવકારદાયી હોવાનું ડેા. કથીરિયાએ જણાવેલ છે.

(3:42 pm IST)