Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

શિક્ષણ ક્ષેત્રે સંશોધનની નવી દિશાઓ ખોલી આપતુ બજેટઃ ડો. જોષીપુરા

રાજકોટ તા. ૬ : કેન્દ્રીય બજેટમાં શૈક્ષણીક ક્ષેત્ર સંદર્ભે કરાયેલ સંકલ્પનાઓ ાટે પ્રાત્યાઘાત આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ પ્રો.કમલેશ જોશીપુરાએ જણાવ્યું છેકે  કેન્દ્રીય અંદાજપત્ર ર૦૧૯-ર૦ માં સુચિત નવી શિક્ષણનિતિ સંદર્ભે આવશ્યક જોગવાઇ કરવાની સાથે આર્થિક વૃદ્ધિના લક્ષ્યાંકો સિદ્ધ કરવા શૈક્ષણીક ક્ષેત્રની ભુમિકાને ચાવીરૂપ સ્થાન આપી સિમાચિન્હરૂપ રાજકિય ઇચ્છાશકિતનાં દર્શન કરાવેલ છે.

શૈક્ષણીક ક્ષેત્રના વિકાસ માટે આવશ્યક સંશોધનાત્મક પ્રવૃતિને વેગ આપવા માટે નેશનલ રીસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના ખુબ જ આવકારદાયક છે.નવી શિક્ષણનિતિમાં પ્રાથમીક અને પૂર્વ પ્રાથમીક કક્ષાએ આમુલ પરિવર્તન સુચવાયેલ છે અને આ સંકલ્પનાને સાકાર કરવા માટે અંદાજ પત્રીય સંકલ્પમાં નવી શિક્ષણનિતિને કેન્દ્રમાં રાખી કરાયેલી જાહેરાત પરિણામલક્ષી બની રહેશે. સવિશેષ રીતે રમત-ગમત ક્ષેત્રને વ્યાવસાયીક કારર્કીદી તરીકે પ્રસ્થાપીત કરવાથી રમત-ગમત ક્ષેત્રોનો હજુવધુ સારીરીતે વિકાસ થઇ શકે તે હેતુથી નેશનલ સ્પોટર્સ એજયુકેશન બોર્ડની રચના ખાસ ઉલ્લેખનીય હોવાનું ડો. જોષીપુરાએ જણાવ્યું છે.

(3:42 pm IST)