Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

સર્વસ્પર્શી,સર્વવ્યાપી અને વિકાસની કેડી કંડારતુ બજેટ : ભંડેરી-ભારદ્વાજ

રાજકોટ તા ૬  :ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ એ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકારના નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ ૨૦૧૯-૨૦ માટે રજુ કરેલ અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે, બજેટમાં ગામોની સાથ ેશહેરોનો વિકાસ, કામની નજીક ઘર હોય તથા આવશ્યક સેવા બધાને મળે એવી સ્થિતી લાવવાનું લક્ષ્ય રાખવામાં આવેલ છે.

દેશના તમામ પ્રકારના સંશોધનો માટે અનુદાનનો સમનવય સાધવા માટે નેશનલ રીસર્ચ ફાઉન્ડેશન કાર્ય કરશે, કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વ્યાપક રોકાણ કરશે, જળ મંત્રાલય, જળ સ્ત્રોત, જળ વ્યવસ્થાપન અને જળ પુરવઠા પર લક્ષ આપી વર્ષ-૨૦૨૪ સુધીમાં દરેક ગ્રામીણ ઘરમાં પાણી પુરવઠો અપાશે, તેમજ વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ગ્રામીણ પરિવારોને વીજ જોડાણને જોડવામાં આવશે. ઇલેકટ્રીક વાહનોના વપરાશને પ્રોત્સાહન અપાશે, ચાર્જીગ  માટે યોગ્ય માળખુ ઘડવામાં આવશે. એકંદરે તમામની અપેક્ષાઓ પૂર્ણ કરનારૂ આ બજેટ સર્વસ્પર્શીય અને સર્વવ્યાપી બનશે. તેમ અંતમાં બજેટને આવકારી  અભિનંદન આપતા ધનસુખ ભંડેરી અને નીતીન ભારદ્વાજે જણાવ્યું છે.

' નયા ભારત' નું સ્વપ્ન : સાકાર થશે : મિરાણી

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, એ જણાવ્યું કે બજેટમાં કેન્દ્રની ભાજપ સરકારે મધ્યમ વર્ગ, ખેડુતો, મહીલાઓ, યુવા વર્ગની સાથોસાથ નાના-મોટા ધંધા ઉદ્યોગને પણ રાહત આપી છે. ત્યારે આ બજેટમાં ગરીબોને બળ  અને યુયાઓને શ્રેષ્ઠ ભવિષ્યની પ્રાપ્તિ થશે. આ બજેટ એક ગ્રીન બજેટ છે, જેમાં પર્યાવરણ અને સોલાર ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, અને ગરીબોને સશકત કરવાના અનેક પગલા લેવાયા છે. આ બજેટ ૨૧મી સદીની ભારતની અપેક્ષાઓ પૂર્ણ કરી ' નવા ભારત' ના સ્વપ્નને સાકાર કરનારૂ બની રહેશે, તેમ અંતમાં કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું છે.

(3:41 pm IST)