Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

'ગો ગ્રીન' અને સ્વચ્છતાના સંદેશ સાથે રાજકોટથી સાબરમતી સુધી સાયકલ યાત્રા

અજીતસિંહ સંગેરે ૧૩ કલાક ૨૭ મીનીટમાં રન પુરો કર્યો : વેગેનીઝમ અને પેટાના હીમાયતી

રાજકોટ તા. ૬ : યુવાનો સાયકલ ચલાવે અને સ્વસ્થ રહે તે માટેની જાગૃતતા લાવવા પ્રયત્નશીલ રાજકોટના અજીતસિંહ સેંગરે તાજેતરમાં રાજકોટથી સાબરમતી આશ્રમ સુધીની સાયકલ યાત્રા કરી હતી.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા તેમણે જણાવેલ કે તા. ૪ ના સવારે ૪.૪૦ વાગ્યે રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝીયમથી પ્રસ્થાન કર્યા બાદ ૧૩ કલાક અને ૨૭ મીનીટમાં અમદાવાદ સાબરમતી આશ્રમ મુકામ પર આરામથી પહોંચી ગયો હતો. સાંજે અંદાજીત ૬ વાગ્યા આસપાસ મારી સાયકલ યાત્રા પૂર્ણ થઇ હતી.

ગો ગ્રીન ઇન્ડીયા અને સ્વચ્છ ભારત મિશનના બેનર સાથે તેઓ સાયકલ યાત્રાએ નિકળ્યા હતા. બી.કોમ. સુધીનો અભ્યાસ કરેલ છે અને વેગેનીઝમ તથા પેટાના હીમાયતી છે. સાયકલને મહત્વ આપવા માટે પોતે બાઇકની ખરીદી જ નથી કરી. હાલ જયાં ખાનગી નોકરી કરે છે તે સ્થળે પણ રોજ ઘરેથી સાયકલ લઇને નિકળે છે અને દિવસ દરમિયાન દરરોજ ૩૦ થી ૩૫ મીનીટનું સાયકલીંગ કરે છે.  ટુંકમાં યુવાનો સાયકલ ચલાવતા થાય તેવો સંદેશ તેઓ પ્રસરાવવા માંગે છે.

૩૩ વર્ષીય સાયકલવીર અજીતસિંહ સેંગર (મો.૭૬૯૮૮ ૩૧૫૮૦) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. (૧૬.૪)

(3:39 pm IST)