Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

આજીડેમના પીઆઇને સસ્પેન્ડ કરાયા

સોમ-મંગળની રાતે મહિકાની સીમમાંથી ૯૬૫ પેટી દારૂ પકડાયો હતો તે મામલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું આકરૂ પગલુ

રાજકોટ તા. ૬: શહેરમાં છેલ્લા કેટલાક મહિનામાં જુદા-જુદા વિસ્તારોમાંથી લાખોનો દારૂ પકડવામાં પોલીસને સફળતા મળી છે. તાજેતરમાં ગત સોમ-મંગળવારની મોડી રાત્રે એસીપી ક્રાઇમની ટીમે આજીડેમ પોલીસ મથક હેઠળના મહિકા ગામની સીમમાંથી ૯૬૫ પેટી દારૂ ભરેલુ ટેન્કર ઝડપી લીધું હતું. આ કામગીરી આજીડેમ પોલીસ મથકના પીઆઇને નડી ગઇ છે. પોલીસ કમિશનરે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

 

પોલીસ ઇન્સ્પેકટર પી.એન. વાઘેલાએ અગાઉ પ્ર.નગર પોલીસ મથકમાં પ્રશંસનીય ફરજ બજાવી હતી. છેલ્લે તે આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતાં હતાં. લાખોનો દારૂ એસીપી ક્રાઇમની ટીમે જ્યાંથી પકડ્યો એ મહિકાની સીમ આજીડેમ પોલીસ મથકની હદમાં આવતી હોઇ એ કારણોસર પીઆઇ પી.એન. વાઘેલાને જવાબદાર ગણી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.

(3:38 pm IST)