Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

અનુ.જાતિ સમુદાયના રાજકોટ જિલ્લાના જમીન વિહોણા લોકોના પ્રશ્નો અંગે કાલે મીટીંગ

રાજકોટ : જિલ્લાના જમીન વિહોણા અનુ.જાતિ (દલિત) સમાજના લોકો માટે ખેતીલાયક જમીન તેમજ રહેણાંક માટે પ્લોટ મળી રહે તેવા હેતુથી યુવા ભીમ સેના દ્વારા આવતીકાલે તા.૭ના રવિવારના રોજ બપોરે ૨:૩૦ કલાકે ડો.આંબેડકર ભવન, દાસીજીવણપરા, ગૌતમનગર, નાનામૌવા મેઈન રોડ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ જિલ્લાના ન્યાય સમિતિના ચેરમેન તેમજ તાલુકા ન્યાય સમિતિના ચેરમેન તેમજ અનુ.જાતિના સરપંચો વગેરે હાજર રહેશે. અનુ.જાતિના ખેતી તેમજ રહેણાંકની જમીન વિહોણા લોકો તથા પોતાના જમીન માંગણીને લગતા પ્રશ્નો સાથે ઉપસ્થિત રહેવા યુવા ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડી.ડી.સોલંકીની યાદીમાં જણાવવામાં આવેલ છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:35 pm IST)