Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

કારડીયા રાજપૂત સેના દ્વારા કાલે વિદ્યાર્થી-અધિકારી સન્માન સમારોહ

રાજકોટ, તા. ૬ : શ્રી કારડીયા રાજપૂત સેના દ્વારા આયોજીત વિદ્યાર્થી તેમજ અધિકારી સન્માન સમારોહ આવતીકાલે તા.૭ને રવિવારે જ્યુબેલી બાગના અરવિંદભાઈ મણીઆર હોલ ખાતે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ યોજાશે. જેમાં ધો.૧ થી ૫ના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક લંચ બોકસ ધો.૬થી કોલેજના છાત્રોને નિઃશુલ્ક ચોપડા તથા ધો.૧ થી કોલેજ અને ડિગ્રી કે વિશિષ્ટ સિદ્ધિ મેળવનારાઓને શિલ્ડ વિતરણ કરાશે. તેમજ કારડીયા રાજપૂત જ્ઞાતિના અધિકારીઓને શિલ્ડ આપી બહુમાન કરાશે.

કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રેશ રાઠોડ, અનિરૂદ્ધ નકુમ, શૈલેન્દ્રસિંહ બારૈયા, રવિરાજસિંહ રાઠોડ, સંજયભાઈ સોલંકી, ભાવસિંહ ઝાલા, અનિરૂદ્ધ વાઘેલા, ભાવેશભાઈ જારીયા, સોહમ ગોહેલ, કિરીટસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ નકુમ, નિશાંત સોલંકી, રાજુભાઈ નકુમ, શૈલેન્દ્રસિંહ સોલંકી, રાજુભાઈ પઢીયાર, જયવીરસિંહ પરમાર, જયુભા ડાભી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:35 pm IST)