Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

બજેટમાં ઇઝ ઓફ લીવીંગ પર ભારઃ ખેડુતોની આવક બમણી થશેઃ દોશી કોઠારી

  રાજકોટઃતા.૬, લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા ન્યુ ઇન્ડિયના બજેટને જૈન વિઝન સંસ્થાના અગ્રણીઓ મિલન કોઠારી અને ભરતભાઈ દોશીએ આવકારી કહ્યું કે, દેશના પહેલા મહિલા નાણાંમંત્રી તરીકે નિર્મલાજીએ પ્રસ્તુત કરેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે વધુ નાણાં ફાળવણી, સાથે-સાથે પાણી અને રિન્યુએબલ એનર્જી પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે. આ અંદાજપત્રમાં મહિલાશકિતની પણ ચિંતા કરી 'નારી તું નારાયણી' પ્રોજેકટ તથા ખેડૂતોની આવક બમણી થાય એ દિશાના પ્રયાસોને પણ આવકાર્યા છે.

 આ બજેટમાં 'ઇઝ ઓફ લીવીંગ' પર ભાર મુકેલ છે. ટોટલ એપ્રોચથી દેશના દરેક નાગરિક/પરિવારને વર્ષ-૨૦૨૨ સુધીમાં આવાસની સુવિધા સાથે વિજળી, રાંધણ ગેસ, ટોઇલેટ, પાણીની સુવિધા, મળે તે માટે જોગવાઈ કરેલ છે. ઇઝ ઓફ લીવીંગમાં, આથી આગળ વધીને સરકારી કામકાજમાં ઓનલાઇન ટેકનોલોજી, ઇન્કમટેક્ષ ઓફીસમાં ફેસલેસ કાર્યવાહી, જાહેર સુવિધામાં જેવી કે,  રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, વિગેરે સુવિધામાં બદલાવ લાવીને લોકજીવનની ગુણવત્ત્।ા સુધારવા કામ કરવામાં આવી રહેલું છે. આ બજેટમાં 'વુમન ડેવલોપમેન્ટ'ના સ્થાને 'વુમન લેડ ડેવલોપમેન્ટ' ની વાત કરવામાં આવી છે, તથા અનેક પગલાં ઉઠાવીને દેશનાં વિકાસ અને અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જોર આપીને મહત્વની જોગવાઇ કરવામાં આવી છે.

આ બજેટ 'ટોકન એપ્રોચથી ટોટલ એપ્રોચ' તરફ જઇને આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે.આ બજેટમાં આવનારી પેઢીઓને ધ્યાને રાખી નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા દીશા નક્કી કરવામાં આવેલ છે.  (૪૦.૧૬)

(3:34 pm IST)