Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

વોર્ડ નં. ૧૭ના સુભાષનગર વિસ્તારમાં વગર વરસાદે પાણીની રેલમછેલઃ હજારો લીટર વેડફાયું

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૭માં કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ સુભાષનગર સોસાયટીના બગીચા પાસે પાણી વિતરણનો વાલ્વ ખરાબ થઇ જતા રસ્તાઓ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. જેના કારણે હજારો લીટર પાણી વેડફાયું હતું. આ સમસ્યાનો તાત્કાલીક ઉકેલ લાવવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી.

(3:34 pm IST)