Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

૮મીથી ફોર્મ વિતરણ ૨૦મી સુધીમાં

રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા ૨૭મીએ પ્રતિભા સન્માન

રાજકોટ તા.૬ : શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી મંડળ દ્વારા કર્મચારી મંડળના આજીવન સભ્યોના બાળકો માટે પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરાયેલ છે. જેમાં ધો.  ૧ થી ૧૨ સુધીના તમામ બાળકો ઉપરાંત ડીપ્લોમા, ડીગ્રી, એજયુકેશન, પોસ્ટ ગ્રેજયુએશન, સીએ, મેડીકલ તથા પેરામેડીકલ કોર્ષ કરેલ તમામ વિદ્યાર્થીનો ફોર્મ ભરી શકશે.

કાર્યક્રમની તા.૨૭ શનિવારે બપોરે ૩-૩૦ થી કેસરીયા લોહાણા મહાજનવાડી પ્રેમભિક્ષુજી મંદિર પાસે સેન્ટમેરી સ્કુલ સામે કાલાવડ રોડ ખાતે યોજાશે. ફોર્મ મેળવવા તથા પરત આપવાની તા. ૮ થી ૨૦ છે. સ્થળ શ્રી રાજકોટ શહેર લોહાણા કર્મચારી ૩૦૬-૩૦૭ ગુરૂરક્ષા કોમ્પલેક્ષ ભારત ટ્રાવેલ્સની બાજુમાં ટાગોર રોડ પર આપવા.

આ પ્રતિભા સન્માન સમારોહને સફળ બનાવવા મંડળના સલાહકાર નવીનભાઇ ઠકકર, મનીષભાઇ સોનપાલ, સુરેશભાઇ કાથરાણીના માર્ગદર્શન હેઠળ મંડળના પ્રમુખ રંજનબેન પોપટ, મંત્રી અજયભાઇ સંઘાણી, ઉપપ્રમુખ રોહીતભાઇ જોબનપુત્રા, કેતનભાઇ -કીરીટભાઇ કુંડલીયા, ખજાનચી વીરેન્દ્રભાઇ વસંત, ઇન્ટરનલ ઓડીટર ભુપેન્દ્રભાઇ કોટક, કાર્યાલય મંત્રી મેહુલભાઇ કોટક સાથે કારોબારી સભ્યો મુકેશભાઇ કકકડ, દિલીપભાઇ સુચક, સુનીલભાઇ શીંગાળા, મનીષભાઇ પલાણ, પીયુષભાઇ જોબનપુત્રા, પ્રદિપભાઇ ભાગ્યોદય, રમેશભાઇ ગઢીયા, શૈલેષભાઇ ચંદારાણા જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ વિગતો માટે મંડળના સહમંત્રી તથા પ્રતિભા સન્માન સમારોહ ૨૦૧૯ના ચેરમેન કીરીટભાઇ કુંડલીયા (મો. ૯૮૭૯૫ ૭૭૮૩૦), કન્વીનર પ્રફુલભાઇ અભાણી (મો. ૯૪૨૯૧ ૨૩૪૭૩) તથા પ્રતિભા સન્માન સમારોહ કમીટી સભ્યો કૌશીકભાઇ કુંડલીયા (મો. ૯૪૨૬૬ ૬૬૬૯૯), ભરતભાઇ પાવાગઢી (મો. ૯૪૨૬૭ ૮૨૩૨૪), અશોકભાઇ દતાણી (મો. ૯૮૨૪૨ ૬૫૯૧૯), અલ્પેશભાઇ મીરાણી (મો. ૯૮૨૪૮ ૨૮૧૫૬), ભાવનાબેન શિંગાળા (મો. ૯૮૨૫૯ ૯૩૪૫૫) તેમજ રંજનબેન પોપટ (મો. ૯૪૨૭૭ ૨૫૨૫૩), તથા મંત્રી અજયભાઇ સંઘાણી (મો. ૯૬૦૧૨ ૭૫૭૭૩)નો સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.

(3:31 pm IST)