Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જંગલેશ્વર વિસ્તારમાંથી ૧૮ ભુતિયા નળ ઝડપાયા

ગેરકાયદે કનેકશન પર કરવત ફેરવાયઃ વોટર વર્કસ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા.૫: શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા મ્યુ.કોર્પોરેશન દ્વારા   ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કરતા આસામીઓને ત્યાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાની ટીમ દ્વારા આજે શહેરના વોર્ડ નં. ૧૬ માં આવેલ સોસાયટીઓમાં ચેકિંગ કરવામાં આવેલ હતું. આ ચેકિંગ દરમ્યાન ૧૮ ગેરકાયદેસર નળ કનેકશન ઝડપાતા તમામ  કપાત કરવામાં આવ્યા હતા.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે વોર્ડ નં. ૧૬ માં આવેલ જંગલેશ્વર મેઈન રોડ અને બુદ્ઘનગર સોસાયટી શેરી નં.૧ માં ચેકિંગ દરમ્યાન ૧૮ આસામીઓને ત્યાંથી ગેરકાયદેસર નળ કનેકશન મળી આવેલ હતા, જેમાં  સલીમભાઈ ચૌહાણ, અનવરભાઈ નુરમુહમદ, સમા ઈસ્માઈલ કાસમ,  હમીલાબેન અસગરભાઈ, જશોદાબેન કરશનભાઈ,  ઇમ્તિયાઝભાઈ પઠાણ, જેબુનબેન હાજીપાણી, અલ્તાફભાઈ,  યુનુસભાઈ ભૈયા, દિલીપભાઈ બારૈયા, કાસમમિયા સબીરમિયા,  એહમદભાઈ અકબરભાઈ, સલમાબેન મહમદભાઈ, તેજુબેન કાળુભાઈ, રુકશાનાબેન નુરમહમદભાઈ,  આયશાબેન (પુપીવાળા) ભૈયા, મુસ્તાક એહમદ (પુપીવાળા) અને કરીશ્માબેન રહીમભાઈ આસમીઓનો સમાવેશ થાય છે.

(3:37 pm IST)