Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

મુંજકા નર્સરીમાં આજે રવિવારે રજા હોઈ રોપા કાલે લેવા આવવાનું કહેવાતા મહિલા ફોરેસ્ટર ભારતીબેન વાળા પર જાનવીબેન અગ્રવતનો હુમલો, ઝાપટો મારી ફરજમાં રૂકાવટ

રાજકોટઃ મુંજકા નર્સરીમાં મહિલા ફોરેસ્ટર પર હુમલાની ઘટના બની છે. આ બનાવમાં ફોરેસ્ટર કોલોની સી-બ્લોક સાઘુ વાસવાણી રોડ પર રહેતા અને મુંજકા નર્સરીમાં ફોરેસ્ટર તરીકે નોકરી કરતા ભારતીબેન વા/ઓફ ઓઘડભાઈ વાળા (ઉ.વ.-૩૧)એ પાટીદાર ચોકમાં રહેતા જાનવીબેન અગ્રાવત સામે ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધાવી છે. તેમણે ફરીયાદમાં જણાવ્યું છે કે આજે સવારે નવેક વાગ્યે હું મુંજકા ગામ યુની.રોડ ખાતે આવેલ મુજકા નર્સરીમા મારી ફરજ ઉપર ગયેલ હતી અને તે વખતે અમારા કાયમી રોજમદાર વીનોદભાઈ જાનકીદાસ અગ્રાવત તથા બીજા રોજમદાર માણસો હાજર હતા અને આશરે સવા દશેક વાગ્યે એક ફોર વ્હીલ ગાડીમા બે બહેન તથા એક ભાઈ અમારી નર્સરીમા આવેલ અને પરેશભાઈ ચોહાણને મળેલ જેઓએ આ લોકોને ના પાડેલ કે આજે રજા છે રોપા વીતરણ બંઘ છે.તમે કાલે આવજો તેમ છ્તા આ લોકો અંદર આવી વીનોદભાઈને મળેલ અને તેઓએ પણ ના પાડેલ અને મને જાણ કરેલ જેથી હું આવી ગયેલ અને આ ત્રણેય લોકોને જાણ કરેલ કે આજે રવીવાર છે તમે કાલે આવજો તેમ છ્તા મારૂ માનેલ નહી અને મારી સાથે જીભાજોડી કરવા લાગેલ હતા અને આ બે બહેન પૈકી જે મોટી ઉમરના હતા જેનુ નામ મને પાછળથી જાણવા મળેલ કે જાનવીબેન અગ્રાવત રહે-રાજકોટ વાળા છે તે મારી સાથે જપાજપી કરવા લાગેલ અને મને શરીરે બે ત્રણ જાપટ મારી દીઘેલ અને તેવામા તેની સાથે રહેલ બીજા એક બહેન તથા ભાઈ આવી ગયેલ હતા અને તેઓએ અમને છોડાવેલ હતા અને આ જપા જપીમા મારા કપડા ફાટી ગયેલ હતા. વઘુ દેકારો થતા આ લોકો ત્યાથી જતા રહેલ હતા.જાનવીબેનએ મારી કાયદેસરની ફરજમા રૂકાવટ કરી મારા ઉપર હુમલો કરી મને શરીરે મુંઢ ઈજા કરેલ હોય તેના સામે મારી ફરિયાદ છે.  હેડકોન્સ. સાજીદભાઈ ખેરાણીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)