Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 10 કેસ: કુલ આંક 42,331એ પહોંચ્યો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 10 કેસ નોંધાતા કુલ આંક 42,331એ પહોંચ્યો છે.  આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 10 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 42,331 થયા છે.ગઈકાલે 18 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  41,519 થતા રિકવરી રેટ  98.10 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 11,54,203સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:27 pm IST)