Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરી, ટ્રસ્ટ દ્વારા રવિવારે સમૂહલગ્નોત્સવ

વેલવેટ પાર્ટી પ્લોટ ખાતે આયોજન : 5 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે

રાજકોટ:શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરી.ટ્રસ્ટ, રાજકોટ દ્વારા સમસ્ત શ્રીમાળી સોની સમાજ માટે પ્રથમ સમૂહ લગ્નોત્સવ કાલે તા.૮ના રોજ વેલવેટ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ, અયોધ્યા ચોક, રાજકોટ ખાતે  બપોરે ૩ થી ૭.૩૦ દરમિયાન યોજાશે. જેમાં પાંચ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે.આ સમૂહ લગ્નનું ઉદધાટન વિનોદભાઇ ભાઇચંદભાઇ પારેખ કરશે. આ સમૂહલગ્નના મુખ્યદાતાઓ વિનોદભાઇ પારેખ, મથુરદાસ જમનાદાસ રાણપરા, દિલિપભાઇ નંદલાલભાઇ આડેસરા, હસમુખભાઇ હિરાલાલ ફિચડિયા, અમીતભાઇ ચમનલાલ ફિચડિયા છે. કન્યાઓને સોનાનો ચેઇન, સોનાની ચૂક, ચાંદીના સાકરા, પાંચ જોડી કપડા અને પાનેતર અપાશે. તેમજ  શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરી.ટ્રસ્ટ દ્વારા પલંગ, કબાટ, સોફા સેટ, ટીવી, મિક્ષચર સહિતની ૨૯ વસ્તુઓ તથા તથા અનેક સોની સમાજના દાતાઓ દ્વારા રોકડ રકમ પણ કન્યાઓને આણામાં આપવામાં આવશે.

આ સમૂહલગ્નને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ વઢવાણા, ખજાનચી અજયભાઇ ફિચડિયા, ઉપપ્રમુખ અશોકભાઇ પાટડિયા, સહમંત્રી વ્રજેશભાઇ આડેસરા, સહખજાનચી મુકેશભાઇ ભૂવા,  સહકન્વીનર દુર્ગેશભાઇ આડેસરા, અશોકભાઇ ફિચડિયા, વિરેનભાઇ પારેખ,  રાજેશભાઇ ફિચડિયા તેમજ કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.

   
(11:16 pm IST)