Gujarati News

Gujarati News

News of Friday, 6th May 2022

મહેશ્વરી ડીસલેએ કરાટેમાં નામ રોશન કર્યુ : સિલ્‍વર મેડલ પ્રાપ્ત

રાજકોટ, તા. ૬ : આત્‍મીય યુનિવર્સિટીમાં બી.બી.એ.ના પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરતી મહેશ્વરી અરૂણભાઇ ડીસલેએ વેસ્‍ટર્ન ઇન્‍ડિયા કરાટે એશો. દ્વારા આણંદના વિવેકાનંદ સ્‍પોર્ટસ કોમ્‍પ્‍લેક્ષ ખાતે યોજાયેલ કરાટે સ્‍પર્ધામાં સિલ્‍વર મેડલ મેળવ્‍યો છે. આ સ્‍પર્ધામાં ગુજરાત, રાજસ્‍થાન, મહારાષ્‍ટ્ર, ગોવા છતીસગઢ સહિતના ૬ રાજયોના સ્‍પર્ધકોએ ભાગ લીધો હતો. ઓલીમ્‍પિકમાં ભારતનું પ્રતિનિધિતા કરવાની અને ભારતીય ખેલાડીઓ માટે કરાટેની શ્રેષ્‍ઠ એકેડમી સ્‍થાપવાનું તેણીનું સપનું છે. કરાટે ક્ષેત્રે સિધ્‍ધી બદલ મહેશ્વરી પર અભિનંદન વર્ષા થઇ રહી છે. રાધિકા સિલ્‍વરના રમેશભાઇ સાકરીયા એ (મો. નં. ૯૪ર૬૧ ૬પ૭૦૦) પણ તેમને શુભેચ્‍છા પાઠવી છે.

(3:49 pm IST)