Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ખારચીયા પાસે દૂધનું વાહન અજાણ્યા વાહન સાથે અથડાતાં યુવાનનું મોત

મુળ આસામના યુનુસકુમારે દમ તોડ્યોઃ ચાલક નિતીનને નજીવી ઇજાઃ દૂધ ખાલી કરી આટકોટથી રાજકોટ આવતી વખતે બનાવ

રાજકોટ તા. ૬: સરધારના ખારચીયા નજીક દૂધનું પીકઅપ વાહન આગળ જતાં અજાણ્યા વાહન સાથે અથડાતાં ચાલક હલેન્ડાના નિતીન શંભુભાઇ બરવાડીયા (ઉ.૨૯)ને નજીવી ઇજા થઇ હતી. જ્યારે સાથે બેઠેલા મુળ આસામના યુનુસકુમાર રાજકુમાર (ઉ.વ.૨૧)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.  નિતીન અને યુનુસકુમાર દૂધની કંપનીમાં કામ કરતાં હોઇ વાહનમાં દૂધ, દહીં ભરીને આટકોટ ખાલી કરવા ગયા હતાં. ત્યાંથી પાછા રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે ખારચીયા નજીક બીજા વાહન સાથે અથડાતાં અકસ્માત સર્જાતા બંનેને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ યુનુસકુમારનું મોત થયું હતું. તેના લગ્ન થઇ ગયા હતાં. તે બે ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તેના લગ્ન થઇ ગયા હતાં. છએક મહિનાથી મેટોડા ગેઇટ નં.૧માં આવેલી ગિરીરાજ મિલ્ક પ્રોડકટ પ્રા.લિ.માં નોકરી કરતો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(4:16 pm IST)