Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

કોઠારીયામાં 9મા માળેથી પટકાતા શિક્ષક વણિક યુવાનનું મોત

રાજકોટ: કોઠારીયા ગામ સામેના ભાગે 9 માળના સ્વાતી હાઇટ્સમાં 8મા માળે રહેતા શિક્ષક વણિક યુવાન સાગર હર્ષદભાઈ ગાંધી ઉ.30નું અગાસીએથી 4 વર્ષના પુત્રની નજર સામે જ નીચે પટકાતા મોત નીપજ્યું છે.

મૃતક માતા પિતાના એક જ પુત્ર હતા અને કાળીપાટ ગામની નોબલ સ્કૂલમાં શિક્ષક હતા. મોબાઈલમાં કવરેજ આવતું ન હોય પિતા પુત્ર 9મા માળની અગાસીએ ગયા ત્યારે બનાવ, પાળી પરથી પડી ગયાની શકયતા.

આજીડેમ પોલીસ મથકના વી બી. સુખાનંદી અને કિરીટભાઈ રામાવતે કરી કાર્યવાહી

(6:33 pm IST)