Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

લ્યો બોલો લોકડાઉનમાં દાગીનાનો સ્ટોક તપાસવા યાજ્ઞિક રોડ પર કલ્યાણ જ્વેલર્સ ખોલી નખાતાં પોલીસ પહોંચી

રાજકોટઃ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા કલ્યાણ જ્વેલર્સ શો રૂમને લોકડાઉન વચ્ચે ખોલી નાંખવામાં આવતાં શો રૂમ ખુલ્લો હોય તેવી તસ્વીરો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં પોલીસ પહોંચી ગઇ હતી. એ-ડિવીઝન પોલીસની ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે. મેનેજર ધર્મેશભાઇની પોલીસે પુછતાછ કરતાં પોતાને દાગીનાના સ્ટોક તપાસવાના હોઇ જેથી શો રૂમ ખોલ્યો હતો. મંજુરી વગર લોકડાઉનમાં શો રૂમ ખોલાયો હોઇ પોલીસે કાર્યવાહીની તજવીજ હાથ ધર્યાનું જાણવા મળે છે. તસ્વીરમાં ખુલ્લો શો રૂમ અને બાદમાં બંધ કરી દેવાયો તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:16 pm IST)