Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

મોદી સ્કુલ દ્વારા લોકડાઉનમાં ફી ના ઉઘરાણા સામે યુવક કોંગ્રેસ આક્રમક : શિક્ષણાધિકારીને આવેદન : રાજદીપસિંહ

મુખ્યમંત્રી રાહતફંડમાં પ૧ લાખ રૂપિયા આપ્યા તો વાલીઓને લૂટવાનો પરવાનો નથી મળ્યો : પ૦ % ફી માફી આપવા માંગણી

રાજકોટ, તા. ૬ :  લોકડાઉનની સ્થિતિમાં મોદી સ્કુલ દ્વારા વાલીઓ પાસે ફી ની ઉઘરાણી કરવા સામે આજે યુવક કોંગ્રેસ દ્વારા શિક્ષણાધિકારીને રજુઆત કરી છે.

કોંગ્રેસની અગ્રણી ડો. રાજદીપસિંહ જાડેજાએ રજુઆતમાં જણાવ્યું છે કે સમગ્ર દેશમાં જયારે કોરોનાની મહામારી ચાલુ હોય અને સંપૂણપણે લોકડાઉન થયેલ હોય તે પરિસ્થિતિમાં રાજકોટ શહેર જિલ્લા ધંધાદારી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સતત સ્કુલ ફી ની ઉઘરાણી કરી રહ્યા છે. ત્યારે રાજકોટની મોદી સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસે સ્કુલ ફીની ઉઘરાણી કરી હોવા અંગેની ફરીયાદો મળી છે. છેલ્લા દોઢ માસથી નાણાકીય ખેંચ હોય તે સ્વાભાવિક છે. તેવી પરિસ્થિતિમાં ફી ઉઘરાણી થવી એ ગેરવ્યાજબી બાબત છે. આવી પરિસ્થિતિમાં રાજય સરકાર દ્વારા શાળાઓને છ મહિના સુધી ફી ની વસુલાત નહી કરવા અથવા માસીક હપ્તા ભરવાના વિકલ્પ આપ્યો છે. પણ તેનું પાલન થતું નથી.

ડો. રાજદિપસિંહ જાડેજાની યાદીમાં જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષની માંગણી છે કે ચાલુ વર્ષની અને નવા સત્રમાં પણ પ૦ % સ્કુલ ફી માફી આપવી જોઇએ. સ્કુલ સંચાલકને જાણે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં રાજકોટ સેલ્ફ ફાયનાન્સ વતી પ૧ લાખ નો ચેક અર્પણ કરેલો છે જેથી શાળા સંચાલકોને આ ફંડ આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓને લુટવાનો પરવાનો મળી ગયેલ હોય તેવું ના સમજે. રાજકોટ શહેરમાં કોઇ પણ સેલ્ફ ફાયનાન્સ શિક્ષણ સંસ્થા ફી માટે દબાણ કરે તો ડો. રાજદીપસિંહ જાડેજા મો. નં. ૯૮ર૪૩ ૦૦૦૦૭ ઉપર સંપર્ક કરવો તેમ એક યાદીમાં જણાવ્યું છે.

મોદી સ્કુલને ફી ની ઉઘરાણી નહીં કરવા તાકીદ કરી છે : DEO ઉપાધ્યાય

રાજકોટ, તા. ૬ :  લોકડાઉનની સ્થિતિમાં શહેરની મોદી સ્કુલ દ્વારા ફી ની ઉઘરાણી કરવાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ખુદ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ પણ મોદી સ્કુલના વલણથી નારાજ છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આર. એસ. ઉપાધ્યાયે મોદી સ્કુલને ફીની ઉઘરાણી ન કરવા કડક તાકીદ કરી છે.

આજે કોંગ્રેસ દ્વારા મોદી સ્કુલે ફી ની ઉઘરાણી કરવા બાબતે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.

(4:14 pm IST)