Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પતિને બળજબરી કરતો અટકાવતાં પત્નિની ધોલધપાટઃ સતત હેરાન કરતો હોવાનો આક્ષેપ

લોકડાઉનમાં ત્રાસ વધી ગયો'તોઃ દૂધસાગર રોડ વિસ્તારનો બનાવઃ મહિલાને સારવાર લેવી પડી

રાજકોટ તા.૬: દૂધ સાગર રોડ વિસ્તારમાં રહેતી એક મહિલાને પતિએ રાતે ઢીકા-પાટુનો બેફામ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસ મથકમાં જાણ કરી હતી.

મહિલાને ત્રણ સંતાન છે અને તેનો પતિ રિક્ષાના ફેરા કરે છે. તેણીને તે રાતે માર મારી ભાગી ગયો હતો. તેના ભાઇને જાણ થતાં તેણીએ સારવાર માટે દાખલ કરી હતી. મહિલાએ પોતાને લોકડાઉન ચાલુ થયું ત્યારથી પતિ વધુ પડતી અને સતત હેરાન કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. ગત સાંજે પણ બળજબરીનો પ્રયાસ કર્યો હતો. રોઝુ રાખ્યું હોઇ આવુ કરવાની ના પાડતાં તે ઉશ્કેરાયો હતો અને મારકુટ કરી ભાગી ગયો હતો. પરિણીતાએ પોતાના ભાઇ સમક્ષ પણ પતિના આ પ્રકારના ત્રાસની ફરિયાદ કરી હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(4:12 pm IST)