Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

સીંગતેલમાં વધુ ૧૫ રૂ.નો ઉછાળો

૩ દિવસમાં ડબ્બે ૪૦ રૂ. વધી જતા નવા ટીનના ભાવ ૨૨૬૦થી ૨૩૧૦ રૂ. થયાઃ કપાસીયા તેલમાં ૧૦ રૂ. ઘટયા

રાજકોટ, તા. ૬ :. સીંગતેલમાં અવિરત તેજીનો દોર યથાવત રહ્યો છે. આજે સીંગતેલમાં વધુ ૧૫ રૂ.નો ઉછાળો થયો હતો. જો કે કપાસીયા તેલમાં ભાવ ઘટયા હતા. સ્થાનિક બજારમાં કાચા માલની અછતના અહેવાલે સીંગતેલમાં વધુ ૧૫ રૂ.નો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૩૩૫ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૩૫૦ રૂ. થઈ ગયા હતા. જ્યારે સીંગતેલ નવા ટીનના ભાવ ૨૨૪૫ થી ૨૨૯૫ રૂ. હતા તે વધીને ૨૨૬૦થી ૨૩૧૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. છેલ્લા ૩ દિવસમાં સીંગતેલ ડબ્બે ૪૦ રૂ.નો ઉછાળો થયો છે. સીંગતેલમાં કાચા માલની અછતના બહાને તેલીયા રાજાઓ ફરી સક્રિય થયાની અને સતત ભાવ વધી રહ્યાની વેપારી વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે.

બીજી બાજુ સાઈડ તેલોના ભાવ ઘટતા કપાસીયા તેલમાં આજે ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો હતો. કપાસીયા તેલ લુઝના ભાવ ઘટીને ૭૬૫ થી ૭૭૦ તથા કપાસીયા ટીનના ભાવ ઘટીને ૧૪૧૦ થી ૧૪૨૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

(4:09 pm IST)