Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બાળકો પર માનસિક ત્રાસઃ કોંગ્રેસ

ધો. ૫થી૮ ધોરણના વિદ્યાર્થીઓ તો ઠીક પર નર્સરીમાં ભણતા બબુડીયાને પણ રોજ ત્રણ-ત્રણ કલાક ચાઇનીઝ ઝૂમ એપ દ્વારા શિક્ષણઃ વેકેશનનો સમય તો બાળકોને માનસિક ત્રાસ પાછળનો શો તર્ક? ડાંગર-સાગઠિયા-રાજપૂતના વેધક સવાલ

રાજકોટ,તા.૬: કોરોનાનાં કારણે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ગુજરાતમાં ધોરણ ૧થી ૯ અને ૧૧નાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમ છતાં લોકડાઉન દરમિયાન સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી વગેરેનાં ટીચર્સ, પ્રોફેસર્સ, સ્ટાફ સ્ટુડન્ટ ZOOM એપ્લીકેશનનો સતત ઉપયોગ કરતા નજરે પડે છે. રાજકોટની મોટાભાગની શાળાઓ ZOOM  એપ પર વિદ્યાર્થીઓને ધરાર ભણાવી રહી છે. ભારતમાં કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ અને નેશનલ સાયબર સિકયુરિટી એજન્સીએ   ZOOM એપના ઉપયોગ અંગે બહુ પહેલેથી જ ચેતવણી આપી છે તેમ છતાં શાળાઓ સાયબર રિસ્ક લઈને પણ ZOOM એપ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉઠા ભણાવી રહી છે. કારણ સ્પષ્ટ છે, શાળાનો પ્રચાર-પ્રસાર અને ફી પાછી ન આપવાનો કે માફી ન કરવાનો નૂસખો છે. તેવો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર રાજકોટ મહાનગરપાલિકા વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા અને રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતે કર્યો છે.

આ અંગે અશોકભાઇ ડાંગર, વશરામભાઇ સાગઠિયા અને મહેશ રાજપૂતની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ આજ સુધી જે સ્કૂલ્સ સ્માર્ટફોનનાં ઉપયોગથી થતા નુકસાનની વાત કરતી હતી તે જ સ્કૂલ્સ હવે વિદ્યાર્થીઓને કલાકો સુધી સ્માર્ટફોન પર શિક્ષણ આપે છે! મોબાઈલ ફોનનો સતત ઉપયોગ મન-મગજ માટે કેટલો હાનિકારક છે એ સૌ શૈક્ષણિક તજજ્ઞો જાણે-સમજે જ છે છતાં તેઓ વિદ્યાર્થીઓને ફરજીયાત ઓનલાઈન એજયુકેશન લેવા દબાણ કરી રહ્યાં છે. પાછુ દ્યરબેઠા પણ વિદ્યાર્થીઓએ યુનિફોર્મ પહેરી જ ભણવા બેસવાનું ડીંડક. યુનિફોર્મ પહેરે કે ન પહેરે શું ફર્ક પડે? પણ ના. સ્કૂલ્સને એમાં પણ પબ્લિસિટી કરી લેવી છે. ધોરણ ૧૦-૧૨ બોર્ડનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજયુકેશન આપવામાં આવે છે એ બરાબર છે પરંતુ ધોરણ ૧થી ૮નાં પ્રાથમિક વિભાગનાં ભૂલકાઓને પણ દરરોજ ત્રણ-ત્રણ કલાક ખાલીખોટુ શિક્ષણ આપી સ્કૂલવાળા માનસિક રીતે હેરાન-પરેશાન કરી મૂકે છે. હવે તો આ ઓનલાઈન એજયુકેશનની બલાથી બાળકો સાથે તેમના વાલીઓ પણ થાકયા પાકયા અને કંટાળ્યા છે. લોકડાઉનમાં દ્યરમાં રહીને બાળક કોરોનાથી બચી જશે પણ લોકડાઉન પૂરો થશે ત્યાં સુધીમાં ઓનલાઈન એજયુકેશન લઈલઈને આંખ, કાન, મગજ, મન પરની ગંભીર અસરથી નહીં બચી શકે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં ઓનલાઈન એજયુકેશન મારફતે ત્રાસ ફેલાવનારાનો આંતક ઓફલાઈન એજયુકેશનમાં પણ એટલો જ છે. યાદ રાખજો.. હાલનાં સમયમાં આ બધા જ કોરોના વાયરસ અને ZOOM એપથી પણ વધુ ખતરનાક વેપન છે. લોકડાઉનમાં સંપૂર્ણ સ્વસ્થ-મસ્ત રહેવા ઘરની અંદર કોઈને ઈનકમિંગ આપતા નથી કે ઘરની બહાર આઉટગોઈંગ થતા નથી તો મોબાઈલનાં દરવાજા આવા દૂષણો માટે કેમ ઉઘાડા રાખો છો? એને પણ અનઈન્સ્ટોલ એન્ડ બ્લોક કરો. તેમજ લોકડાઉન સમયે સજાગ રહો સતર્ક રહો અને સ્વસ્થ રહો તેમજ બિનજરૂરી ઘ રની બહાર જવાનું ટાળવા કોંગ્રેસ અગ્રણીઓ અશોકભાઈ ડાંગર, વશરામભાઈ સાગઠીયા અને મહેશભાઈ રાજપૂતે જણાવ્યું છે.

(4:07 pm IST)