Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

સાચી કસરત કરવાની દિશાઃ કાલે આકાશવાણીમાં ફોન ઇન લાઇવ કાર્યક્રમ

રાજકોટ,તા.૬: વર્તમાન કોવીડ ૧૯ના લોકઅપના ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂકયા છીએ. ઘરમાં જ હોઈએ છીએ એટલે સ્વાભાવિકપણે વધુ ખોરાક લેવાઈ જાય છે. અને કસરત થઇ શકતી નથી. એવાં સંજોગોમાં સામાન્ય વ્યકિતએ કેવા પ્રકારની કસરત દ્યેર રહીને કરવી જોઈએ. જેથી શરીર જકડાઈ નાં જાય ? ઘેર રહેવાના કારણે વધારે પડતો સમય મોબાઈલમાં જોવાનું બને છે. એવાં કિસ્સા માં ડોક ની બાજુમાં દુખાવો થવા માંડે તેવા કિસ્સામાં કેવી કસરત કરવી ? સિવિલ હોસ્પિટલમાં અદ્યતન સાધનો સાથેનું ફીઝીઓથેરેપી સેન્ટર છે? હાડકાના અને નિયમિત કસરત કરવી જ પડે તેવા દર્દી માંટે શું વ્યવસ્થા કરવામાં આવે છે.? શું નિયમિત કસરત કરવાથી રોગપ્રતિકારક શકિત વધે છે ?ઙ્ગ લોકડાઉનના કારણે મોડું સુવું, મોડું ઉઠવું, જેવી અનેક લાઈફ સ્ટાઈલમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. તેના કારણે અનેક બીજા રોગો પણ પોતાની જગ્યા કરવા માંડ્યા છે. શું ઉપાય કરી શકાય?ઙ્ગ જે લોકો નિયમિત વ્યાયામશાળા, વોકિંગ, રનીંગ સ્વીમીંગ, ફૂટબોલ, ઇન્ડોર સ્ટેડીયમ, માં જુદી જુદી ગેમ અને સ્પોર્ટસ માટે જતા હોય તેવા લોકો ને માટે શું માર્ગદર્શન આપી શકાય.? દૂખવામાં કસરત કેવી રીતે કામ કરે છે?દૂખવામાં યોગા કરી શકાય.? લાંબા સમય માટે બેઠા રહેવાની અને ઊભા રહેવાની અને એ રીતે કામ કરવાની જોબ હોય તો બેસવની અને ઊભા રહેવાની સાચી પદ્ઘતિ કઈ ? મેદસ્વીતા કે ઓછી શારીરિક પ્રવૃત્ત્િ। કરતાં લોકોને ફેફસા અને હૃદયની કાર્ય ક્ષમતા પર અસર થઇ શકે ખરી ? ડાયાબીટીસના દર્દીઓ તો ૪૦ મીનીટ ચાલવું જોઈએ એવી સૂચનાં ડોકટર્સ આપતા હોય છે, લોકડાઉનના તબક્કામાં આવા દર્દીઓએ શું કરવું જોઈએ ? રોગપ્રતિકારક શકિત કેવી રીતે વધારવી ? વૃદ્ઘોએ ઘરમાં કેવા પ્રકારની હળવી કસરતો કરવી જોઈએ અને કયા સમયે ? હાલના સમયમાં કસરતનું મહત્વ શું છે. ? આવા અનેક સવાલોના લાઈવઙ્ગ જવાબઙ્ગ રાજકોટની સરકારી પંડિત દીનદયાલ હોસ્પિટલ ના ફીઝીઓથેરેપીસ્ટઙ્ગ ડો. પારસ જોશીઙ્ગ દ્વારા સમજ અનેઙ્ગ સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં.. શ્રોતા મિત્રો તા. ૦૭ઙ્ગ મેઙ્ગ ૨૦૨૦ ને ગુરુવારે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા દરમ્યાન આકાશવાણી રાજકોટના લેન્ડ લાઈન નંબર ૦૨૮૦ ૨૪૪૩૯૩૧ પર માર્ગદર્શન મેળવી શકશે.

આ કાર્યક્રમ આકાશવાણી રાજકોટ પર તેમજ વિવિધ ભારતી પર ( એફ એમ બેન્ડ ૧૦૨.૪ મેગા હર્ટઝ ) પર લાઈવ સાંભળી શકશે, ઉપરાંત આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણઙ્ગ યુટ્યુબ પર પણ સાંભળી શકશો.સંચાલન અટલ શર્મા અને પરેશ વડગામા કરશે.

(4:06 pm IST)