Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

મુસ્લિમ ડોકટર્સ એસો. દ્વારા પ હજાર માસ્ક - સેનેટાઇઝરનું વિતરણ

રાજકોટ : મુસ્લિમ ડોકટર્સ એસોસિએશન દ્વારા હોટસ્પોટ વિસ્તાર જંગલેશ્વર અને આસપાસનાં વિસ્તારમાં રહેતા સર્વે સમાજના લોકો તેમજ કોરોના વોરિયર્સ, ડોકટર્સ પોલીસકર્મી, સફાઇ કર્મી વગેરેને પ,૦૦૦ થી વધુ માસ્ક હેન્ડ સેનેટાઇઝર તથા સાબુનુ ડે. કમીશનર શ્રી પ્રજાપતિ, ડે. કમીશનર શ્રી સિંઘ, ડે. કમીશનર શ્રી નંદાણીની હાજરીમાં વિતરણ કરવામાં આવેલ આ વિતરણ માટે એસો. પ્રમુખ ડો. એમ. કાદરી, મંત્રી ડો. આર. જે. કડીવાર, ડો. તાહિર ગુંગા, ડો. હુશેન ઇસાણી, ડો. બશિરભાઇ ઓડિયા, ડો. અઝિઝ ઠાસરિયા, ડો. શબ્બીર હેરંજા, ડો. શાહિન ખોખર, ડો. રિયાઝ પરમાર સહિતના ડોકટરોએ ડો. મનીષ ચુનારાના માર્ગદર્શન મુજબ કાર્ય કરેલ. ખાસ જંગલેશ્વર વિસ્તારનાં આગેવાનો હારૂનભાઇ ડાકોરા, રહિમભાઇ સોરા, હાજીબાબુભાઇ વિશળ, હાજીભાઇ ઓડિયા, સૈયદ મુન્નાબાપુ, રહેમાનભાઇ ડાકોરા તથા મકસુદ ચાવડા સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહેલ અને વિતરણમાં મદદરૂપ થયા હતા.

(4:01 pm IST)