Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

વોર્ડ નં. ૧૩માં કોર્પોરેટર જયાબેન ડાંગર ખડેપગે : અનેરો સેવાયજ્ઞ

રાજકોટ : લોકડાઉન શરૂ થયું ત્યારથી જ સેવાભાવી લોકો અને સંસ્થાઓ પોતાની રીતે શહેરના ગરીબ અને જરૂરીયાતમંદ લોકો સુધી જમવાનું કે રાશન કીટ પહોંચાડી રહ્યા છે ત્યારે વોર્ડ નં.૧૩ના કોર્પોરેટ જયાબેન ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર તથા ભાજપ અગ્રણી શૈલેષભાઈ ડાંગર દ્વારા પણ શહેરના વોર્ડ નં.૧૩ના જરૂરિયાતમંદો માટે અનોખો સેવાયજ્ઞ કરી રહ્યા છે. ડાંગર પરિવાર દ્વારા જરૂરીલોકો માટે પોતાની ઘરેથી જ અનાજ કિટ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. અનાજ કીટમાં ઘઉંનો લોટ, તેલ, ચોખા, મગદાળ, ખાંડ, ડુંગળી, બટેટા જેવી અનાજ કીટનું વિતરણ કરવામાં આવે છે.   રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ મેયર બિનાબેન આચાર્યની ઉપસ્થિતિમાં વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર જયાબેન ડાંગર, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેન માંકડિયા દ્વારા હજારોની સંખ્યામાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

(4:01 pm IST)