Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

કોંગી કોર્પોરેટરની દરિયાદિલીઃ આગમાં ઇજાગ્રસ્ત મહિલાની સારવારનો ખર્ચ ઉઠાવ્યો

રાજકોટ તા. ૬ : શહેરના વોર્ડ નં. ૧રમાં ઓલ સનેશ્વર પાર્કના રહેણાંક મકાનમાં લાગેલ આગમાં ઘવાયેલ મહિલાનો હોસ્પિટલનો સંપૂર્ણ ખર્ચ કોર્પોરેટર વિજયભાઇ વાંક દ્વારા ઉઠાવામાં આવ્યો છે.

આ અંગે કોર્પોરેટરની યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં વોર્ડ નં. ૧રમાં આવેલ સનેશ્વર પાર્ક સોસાયટીમાં રહેણાંક મકાનમાં રસોઇ બનાવતી વખતે મીનાબેન રમેશભાઇ વસોયા (ઉ.૪પ)ને પોતાના ઘરે ગેસનો બાટલો ફાટતા ગંભીર રીતે ઘવાયેલ હોય ત્યારે વોર્ડના કોર્પોરેટર વિજયભાઇ બાબુભાઇ વાંક, સંજયભાઇ અજુડીયા, કનકસિંહ જાડેજા દ્વારા બહેન મીનાબેનનો હોસ્પિટલનો સંપુર્ણ ખર્ચ આપી અને તેઓના ઘરની મુલાકાત લઇ લીધી હતી.  આ મુલાકાત દરમિયાન તેઓના મકાનમાં આગના કારણે ઘર વખરીની બધીજ ચીજ વસ્તુઓ બળીને ખાખ  થઇ ગયાનું માલુમ પડયું હતું.

આ સાથે આ પરિવારને તંત્ર તરફથી રૂબરૂ મુલાકાત લઇ મદદ કરવા વોર્ડના કોર્પોરેટરો દ્વારા જાણ કરવામાં આવી હતી.

(4:02 pm IST)