Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

બિહાર માટે આજે સાંજે અથવા તો મોડી રાત્રે રાજકોટથી ટ્રેન ઉપડશે : કોઇ સંસ્થા મદદ માટે નહીં આવે તો મજૂરોએ ટિકીટના પૈસા આપવા પડશે

૧ર૦૦ની મંજૂરી બિહાર સરકાર પાસે મંગાઇ : રાજકોટમાં ૩પ૦૦થી વધુ બિહારના છે : આજ બપોર સુધીમાં રાજકોટમાં ૬ હજાર મજૂરોનું રજીસ્ટ્રેશન પુરૂ કરી લેવાયું

રાજકોટ, તા. ૬ : આજે સાંજે અથવા તો મોડી રાત સુધીમાં હવે બિહાર તરફ એક ટ્રેન રવાના કરાશે તેમ એડી. કલેકટરશ્રી પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે, બિહાર-ભાગલપુર સુધી શ્રમિક સ્પેશીયલ ટ્રેન દોડાવવા માટે ૧ર૦૦ બિહારના લોકોનું લીસ્ટ બનાવી મંજૂરી માટે બિહાર સરકારમાં મોકલી દેવાયું છે, જેની મંજૂરી મળ્યે આ તમામનું ધડાધડ મેડીકલ ચેકઅપ કરી બિહાર મોકલી દેવાશે. રાજકોટમાં ૩ થી ૩ાા હજાર જેટલા બિહારના શ્રમિકો છે.

દરમિયાન જે આ બિહારના શ્રમિકો માટે કોઇ સંસ્થા ટિકિટના ભાડા માટે આગળ નહીં આવે તો જે તે મજૂરોએ ટિકીટના પૈસા ભોગવવા પડશે. આજે સવારે યુપી માટે બીજી ટ્રેન ગઇ તેમાં કાનુડા મિત્ર મંડળ તથા રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટે રકમ ચૂકવી હતી, રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના હસુભાઇ ભગદેવ, હેમુ પરમાર, જશુ ભોજાણી, રાકેશ પોપટ વિગેરે દ્વારા રાા લાખ અપાયા હતાં.

દરમિયાન રાજકોટ કલેકટર તંત્ર દ્વારા મામલતદાર-પોલીસ સ્ટેશન મારફત આજ બપોર સુધીમાં ૬ હજાર મજૂરોનું રજીસ્ટ્રેશન પુરૂ કરી લેવાયું છે.

(3:22 pm IST)