Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

હજ્જારો અધ્યાપકો-વિદ્યાર્થીઓને વેબિનાર દ્વારા શિક્ષણ આપતા ડો. ઇરોસ વાજા

મુંબઇ યુનિવર્સિટીની BNN કોલેજ દ્વારા રાષ્ટ્રીયકક્ષાનો વેબિનાર યોજાયો

રાજકોટ,તા.૬: સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોનાની મહામારીએ લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું છે અને તમામ શાળા, કોલેજો અને યુનિવર્સિટીના ભવનોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડના ચેરચેન ડો.ઇરોસ વાજા દ્વારા રાષ્ટ્રીય કક્ષાના વેબિનારના માધ્યમથી દેશના હજ્જારો અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સંશોધકોને શિક્ષણ આપવામાં આવ્યું હતું.

મુંબઇ યુનિવર્સિટી સાથે સંલગ્ન A ગ્રેડ તથા વર્ષ ૨૦૧૮-૧૯ નો બેસ્ટ કોલેજ એવોર્ડ ધરાવતી  BNN કોલેજ દ્વારા રાષ્ટ્રીય કક્ષાના Relearning shakespeare વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વના ટોચના અંગ્રેજી સાહિત્યકાર વિલિયમ શેકસપિયર પર યોજાયેલ આ વેબિનાર શિક્ષણક્ષેત્રમાં એક નવો પ્રયોગ હતો. જેમાં રાજકોટના માતૃશ્રી વીરબાઇમા મહિલા આર્ટસ કોલેજના અધ્યાપક ડો. ઇરોસ વાજાને અંગ્રેજી વિષયના તજજ્ઞ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ shakespearen Tragedy વિષય પર દેશના હજ્જારો શિક્ષણવિદોને તથા વિદ્યાર્થીઓને જીવંત પ્રસારણ દ્વારા લાભાન્વિત કર્યા હતા.

અંગ્રેજી તેમજ પત્રકારત્વ જેવા વિષયોમાં ph.Dની ઉચ્ચતમ ડિગ્રીઓ ધરાવતા ડો.વાજા કેનેડા, રશિયા, દુબઇ જેવા દેશોના શૈક્ષણિક પ્રવાસો કરી ચુકયા છે.તેઓ Indian Association for Canadian Studies જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થામાં Executive Council તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.

(3:08 pm IST)