Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

પૂ. રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા મનરેગા યોજનાના શ્રમિકોને સુખડી વિતરણ

રાજકોટ તા. ૬ :.. પૂ. સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં જીવન સિધ્ધાંત, માનવ સેવા એજ પ્રભુ સેવા ને ચરિતાર્થ કરીને પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ) તથા શ્રી રણછોડદસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ, રાજકોટ દ્વારા કોરોના સંકટનાં કારણે લોકડાઉનની સ્થિતિમાં અસંખ્ય ગરીબ લોકોને ભોજનની સેવા આપી રહ્યા છે.

ખાસ આ લોકડાઉન સ્થિતિમાં ગરીબ લોકો માટે સરકારશ્રીની મનરેગ યોજનામાં કામ કરતા રાજકોટ જીલ્લાનાં ગરીબ શ્રમિકોને કલેકટરશ્રીનાં સુચન મુજબ ગામેગામ જઇને સ્થળ ઉપર જ તેઓને પૌષ્ટિક આહાર રૂપી સુખડીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

પ.પૂ. શ્રી રણછોડદાસબાપુ આશ્રમ દ્વારા દરેક કુદરતી આપતિમાં સૌથી પહેલા પૌષ્ટિક સુખડીને વિતરણ કરવામાં આવે છે. કારણ કે તેનાથી ગરીબ, મજદૂરોને શકિત અને નવી ઉર્જા મળી રહે છે.

પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા દરેક કુદરતી આપતીમાં સૌથી પહેલા પૌષ્ટિક સુખડીને વિતરણ કરવામાં આવે છે, કારણ કે તેનાથી ગરીબ, મજદુરોને શકિત અને નવી ઉર્જા મળી રહે છે.

અધિક કલેકટરશ્રી જે. એસ. પટેલ, તથા તેમની ટીમનાં સુચનથી રાજકોટ જીલ્લાનાં, ઝૂંડાળા ગઢકા, ઢાંઢણી, ઢાંઢીયા, વિંછીયા, મેઘપર વિગેરે ગામોમાં મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકોને પૌષ્ટિક સુખડીનું વિતરણ કરવામાં આવે છે. આવતીકાલે, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર  વિગેરે તાલુકાઓનાં ગામડાઓમાં સુખડી વિતરણ કરવામાં આવનાર છે. દરેક શ્રમિકોને રપ૦ ગ્રામ સુખડી રૂપી પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. આ પૌષ્ટિક સુખડી શ્રમિકોને થયેલા શકિતના વ્યયને ટોનીક (શકિત) આપવાનું કામ કરે છે, જેથી તેઓને કામ કરવાની પુરતી શકિત મળી રહે છે. આવા ઉમદા હેતુથી પૂ. શ્રી રણછોડજીબાપુ આશ્રમ, રાજકોટ દ્વારા સમગ્ર રાજકોટ જીલ્લાનાં મનરેગાનાં શ્રમિકોને પૌષ્ટિક સુખડીના વિતરણ થઇરહ્યું છે.

(3:06 pm IST)