Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

લોકોના વખાણથી મહાનતાનું સર્જન નથી થતુ જેના અંતરમા ગુણોની ખાણ હોય છે તે જ મહાન બની શકે છેઃ પૂ.નમ્રમુનિ મ.સા.

આ.દેવ પૂ. શ્રી ડુંગરસિંહજી ગુરુદેવ સ્વર્ગારોહણનો દ્વિશતાબ્દી સંવરોત્સવ પ્રસંગે પૂ.નમ્રમૂનિ મ.સા.પ્રેરિત લાઇવ કાર્યક્રમ ગોંડલ ગચ્છના સંત સતીજીઓના સાંનિધ્યે ભકિતભાવથી ઉજવાયો

રાજકોટ, તા.૬: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી લાઈવ પ્રસારણના  માધ્યમે દેશ-વિદેશમાં  પ્રભુ ધર્મની વિજય પતાકા લહેરાવીને,  પ્રભુ ધર્મનો નાદ ગુંજાવી રહેલાં ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના આદ્ય સંસ્થાપક નિદ્રાવિજેતા એકાવતરી આચાર્ય ભગવંત  ૧૦૦૮  પૂજયપાદ શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબની ૧૯૯જ્રાક પૂણ્યસ્મૃતિ ઉપલક્ષે, દેશનાં ખૂણે ખૂણે વિચરી રહેલા ગોંડલ ગચ્છના  સંત સતીજીઓના સાંનિધ્યે 'આચાર્ય ડુંગરસિંહજી ગુરુદેવ સ્વર્ગારોહણ દ્વિશતાબ્દી સંવરોત્સવ' અવસર તેઓને ગુણાંજલી આપતાં અત્યંત શ્રધ્ધા અને ભકિતભાવે ઉજવવામાં આવ્યો હતો.

પરમ ઉપકારી એવાં દાદા ગુરુદેવને ગુણાંજલી અર્પણ કરવાના આ અવસરે ચેન્નઈથી ગોંડલ ગચ્છ શિરોમણી પૂજય શ્રી જશરાજજી મહારાજ સાહેબ, મુંબઈથી સાહિત્યપ્રેમી પૂજય શ્રી દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ,  શાસ્ત્ર દિવાકર  પૂજય શ્રી મનોહરમુનિ મહારાજ સાહેબ, રાજકોટથી ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, અમદાવાદથી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિજી મહારાજ સાહેબ,  મુંબઈથી ક્રાંતિકારી યુવાસંત પૂજય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ,વલસાડથી  સંપ્રદાય વરિષ્ઠા પૂજય શ્રી પ્રાણકુંવરબાઇ  મહાસતીજી, બાપજી પૂજય શ્રી લલિતાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજય શ્રી જસુબાઈ  મહાસતીજી, શાસનચંદ્રિકા પૂજય શ્રી હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજય શ્રી સ્મિતાબાઈ મહાસતીજી, પૂજયવરા પૂજય શ્રી મુકત-લીલમ ગુરુણીના સુશિષ્યા પૂજય શ્રી સુમતીબાઇ મહાસતીજી, પૂજય શ્રી વીરમતીબાઇ મહાસતીજી પૂજય શ્રી ઉર્વશીબાઇ મહાસતીજી આદિ અનેક ક્ષેત્રોમા ઉપસ્થિત સંત સતીજીઓ સાથે હૈદરબાદ, ચેન્નાઈ, કોલકત્તા, ગુજરાત, સૌરાષ્ટ્ર, ઓસ્ટ્રેલિયા,દુબઈ, સુદાન આદિ અનેક અનેક ક્ષેત્રોના હજારો ભાવિકો જોડાઈને ધન્ય બન્યાં હતાં.પ્રભુ મહાવીરથી પ્રારંભ થએલી આચાર્યો , ગુરૂવર્યો અને શિષ્યોની અઢી હજાર વર્ષથી ચાલી આવતી ગૌરવવંતી પરંપરાનો પરિચય આપીને આ અવસરે  રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે દાદા ગુરુદેવના જીવનમાં સર્જાએલાં મૃત્યુ રૂપી વૈરાગ્યના નિમિત્ત્।ોનું વર્ણન કર્યું હતું. પરમ ગુરુદેવે સમજાવ્યું હતું કે, નિયતિ જયારે નિમિત્ત્।ોનું સર્જન કરે છે ત્યારે મહાપુરુષોનું પ્રાગટ્ય થતું હોય છે. કોઈના મૃત્યુનું નિમિત્ત્। કોઈના માટે વૈરાગ્યનું પ્રબળ  નિમિત્ત્। બની જતું હોય છે. જયાં આપણે એક રાત પણ નિંદ્રા ન થાય તો ન ચાલે ત્યાં સદા પાંચ વર્ષ સુધી સ્વયંની નિંદ્રા પર અનુશાસન કરનારા દાદા ગુરુદેવના ગુણગ્રામ કર્તા કહ્યુ કે, ભગવાને કહ્યુ છે, આચાર્યોનાં ગુણગ્રામ કરવાથી જદ્યન્ય રસ ઉપજે તો કર્મોની કરોડો ખપે અને ઉત્કૃષ્ટ રસ ઉપજે તો તીર્થંકર નામ કર્મનો બંધ થાય. કયારેય પણ લોકોના વખાણથી કોઈ મહાનતાનું સર્જન નથી થતુ, જેના અંતરમા ગુણોની ખાણ હોય છે તે જ મહાન બની શકે છે. મહાન તે જ બાની શકે જે સ્વયંનો ભોગ આપી અત્યંત પુરુષાર્થ કરે છે.

શાસનચંદ્રિકા પૂ.શ્રી હીરાબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજય શ્રી સ્મિતાબાઈ  મહાસતીજી રાજકોટ બિરાજિત પૂજય શ્રી સુમતિબાઈ મહાસતીજીના સુશિષ્યા પૂજય શ્રી અમિતાબાઈ મહાસતીજી બોરીવલી મુંબઈ બિરાજીત ડો. પૂજય શ્રી જશુબાઈ મહાસતીજી અનકાઈ બિરાજિત પૂજય શ્રી કિરણબાઈ મહાસતીજી વીરમતીબાઈ મહાસતીજી સંપ્રદાયવરિષ્ઠા પૂજય શ્રી પ્રાણકુંવરબાઈ મહાસતીજીએ પૂજય દાદાગુરુદેવશ્રીને પ્રમાદના ત્યાગી અને આચાર્યની સર્વ સંપદાથી વિભૂષિત આત્મ તરીકે ઓળખાવેલ.

ગુજરાત રત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મ.સા.એ અવસરે પૂજય દાદાગુરૂદેવશ્રીના ગુણગ્રામ  કરતાં કહ્યું હતું કે, શાસનને ચમકાવવા માટે જ આવા મહાપુરુષોનો જન્મ થતો હોય છે . તેમની સાધના સહુના હૃદયમાં સંયમભાવ જાગૃત કરી દેનારી હતી.  શાસ્ત્ર દિવાકર પૂજય શ્રી મનોહરમુનિ મ.સા.એ દાદા ગુરુદેવની ઉદારતા અને વિશાળતા જેવા ગુણોને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા સાથે જ,  પૂજય શ્રી દેવેન્દ્રમુની મહારાજ સાહેબે પણ ભાવાંજલિ અર્પણ કરી હતી.

પૂજય શ્રી પારસમુનિ મ.સા. આ અવસરે કહ્યું હતું કે,  પૂજય દાદાગુરુદેવની દ્વિશતાબ્દિનો આ અવસર આપણને સહુને  જાગૃત કરવા, હાથથી હાથ મિલાવીને, દિલથી દિલ મિલાવીને કાર્ય કરવાની પ્રેરણા આપી રહ્યો છે. ગચ્છ શિરોમણી પૂજય શ્રી જશરાજજી મહારાજ સાહેબે સર્વ ભાવિકોને ધ્યાન સાધના દ્વારા પૂજય દાદાગુરુદેવશ્રીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાની પ્રેરણા આપી હતી.

પૂજય દાદા ગુરુદેવના પ્રગટ પ્રભાવક સ્થાન, જયાં તેઓએ જીવનની અંતિમ ક્ષણો વિતાવી હતી એવાં ગોંડલ ગામની ગાદીના દર્શન કરાવીને, સંપ્રદાય રત્ન  પ્રવીણભાઈ કોઠારી અને ચંદ્રકાંતભાઈ શેઠે પૂજય દાદાગુરૂદેવશ્રી પ્રત્યે શ્રધ્ધાંજલિ, અર્પણ કરી હતી. અંતમાં પરમ ગુરુદેવે ત્યાગ અને મંત્ર  અવસરે પૂજય ડુંગરસિંહજી ગુરુદેવનું ભકિતગાન દ્વારા અહોભાવ અભિવ્યકત કરેલ.

(3:05 pm IST)