Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

યંગ ઈન્ડિયન્સ કલબ દ્વારા સેનેટરાઈઝર મશીનનું નિર્માણ

પગથી ઓપરેટ થતુ હેન્ડ સેનેટરાઈઝરઃ કિંમત રૂ. ૧૪૫૦ : મહાપાલિકા, કલેકટર, પોલીસ તંત્રને નિઃશુલ્ક મશીન આપ્યાઃ સંસ્થાના ચેરમેન નમ્રતા ભટ્ટ 'અકિલા'ની મુલાકાતે

રાજકોટ, તા. ૬ :. મહામારી કોરોનાને અટકાવવા વિવિધ સંસ્થાઓ યોગદાન આપે છે. રાજકોટની યંગ ઈન્ડિયન્સ કલબે અતિઆધુનિક સેનેટરાઈઝર મશીન નિર્માણ કર્યુ છે.

કલબના ચેરમેન નમ્રતા ભટ્ટ કહે છે કે આ મશીન પગથી ઓપરેટ થાય છે અને સરળતાથી હાથ સેનેટરાઈઝ કરી શકાય છે. આ મશીનની વિશેષતા એ છે કે, કોઈપણ સાઈઝની સેનેટરાઈઝર બોટલ ઉપયોગમાં લઈ શકાય છે.

આ પ્રકારના મશીન નિર્માણનો આઇડિયા કલબના સભ્ય પ્રણવ ભાલારાનો છે અને ડેનિસ કણસાગરાના સહયોગથી મશીન નિર્માણ થયુ છે.

યંગ ઈન્ડિયન્સ કલબ દ્વારા મહાપાલિકાને ૫૦ મશીન, કલેકટર તંત્રને બે મશીન અને પોલીસ તંત્રને એક મશીન નિઃશુલ્ક આપવામાં આવ્યા છે. યંગ ઈન્ડિયન્સ કલબ દ્વારા મશીનની કિંમત રૂ. ૧૪૫૦ રાખવામાં આવી છે.

મશીન નિર્માણ પ્રોજેકટમાં કલબના સભ્યો યશ રાઠોડ, ઋષભ શેઠ, દર્શન લાખાણી, નૈમી ખખ્ખર, હેલી કતિરા, દર્શિતા જોશી, ભૂમિ કતિરા, ચિરાગ લાખાણી, શેખર મહેતા, કોમલ ધુલિયા, મૌલિક શાહ ઉપરાંત મેહુલ, ગૌરવ, હિરેન, હાર્દિક, પાવક, શ્યામ, સાગર, ચિંતન, અમીશ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

યંગ ઈન્ડિયન્સ કલબની સ્થાપના ૨૦૧૯માં થઈ રાષ્ટ્ર નિર્માણના ધ્યેયથી વિવિધ પ્રોજેકટ ચાલે છે. સંસ્થાએ બનાવેલા સેનેટરાઈઝર મશીન અંગે વધારે માહિતી માટે મો. ૯૯૧૩૩ ૯૯૩૯૯ નંબર પર સંપર્ક થઈ શકે છે.

(3:04 pm IST)