Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

બજરંગવાડીમાં દિપક જેસરના મકાનમાં દરોડોઃ જુગાર રમતા છ શખ્સો પકડાયા

મકાન માલીક દિપક તથા દિપક રાવલ, સલીમ બેલીમ, જીજ્ઞેશ હેરભા, કાના પરમાર, અને જયેશ જોટવાની ધરપકડ

રાજકોટ તા.૬ : શહેરના જામનગર રોડ પર બજરંગવાડીમાં રહેતા વાણંદ શખ્સ સંચાલીત જુગારધામ પર ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા તથા પીએસઆઇ આર.એસ.પટેલ, હેડકોન્સ ખોડુભા જાડેજા, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિગ્વીજયસિંહ ગોહીલ, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, હાર્દિકસિંહ પરમાર અને બ્રીજરાજસિંહ ઝાલા સહિત લોકડાઉન અનુસંધાને પેટ્રોલીંગમાં હતા ત્યારે હાર્દિકસિંહ અને દિગ્વિજયસિંહ, ગોહીલને મળેલી બાતમીના આધારે બજરંગવાડી શેરી નં.રના દિપક નાગજીભાઇ જેસર (ઉ.૪૦) પુનીતનગર શેરી નં. ૧ના દિપક જયંતીભાઇ રાવલ, બજરંગવાડી-ર ના સલીમ અબ્દુલ ગફારભાઇ બેલીમ (ઉ.૪પ) બજરંગાવડી શેરી નં.૧૦ના જીજ્ઞેશ પ્રવિણભાઇ હેરભા (ઉ.૩૦), ગાંધીગ્રામ જીવંતીકાનગરના કાના વાલજીભાઇ પરમાર (ઉ.૪પ) તથા કાલાવડ રોડ મોટામવા રેમ્બો સીટી જી/૧૦રના જયેશ ડાહ્યાભાઇ જોટવા (ઉ.ર૭) ને પકડી લઇ રૂ.૧૦૬૧૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:02 pm IST)