Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

રાજકોટ તાલુકાના ઠેબચડાના ખુન કેસમાં ત્રણ મહિલાની વચગાળાની જામીન અરજી રદ

રાજકોટ, તા. ૬ :  રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે પોલીસની હાજરીમાં ગરાસીયા પ્રોઢની હત્યાના ગુનામાં પકડાયેલ ત્રણ મહિલા આરોપીઓની વચગાળાની જામીન અરજીને સેસન્સ અદાલતે નકારી કાઢી હતી.

જેઓની વચગાળાની જામીન અરજી રદ કરવામાં આવી છે તેમાં દેવુબેન મગનભાઇ રાઠોડ, કાંતાબેન રમેશભાઇ રાઠોડ અને દક્ષાબેનનો સમાવેશ થાય છે.

આ અંગેની વિગત એવી છે કે તા. ૩૦-૧-ર૦ ના રોજ જમીનના વિવાદના કારણે ઠેબચડા ગામે લખધીરસિંહ નવુભા જાડેજાની હત્યા કરવામાં આવી હતી.

આ બનાવ અંગે ફરીયાદી હરદેવસિંહ જાડેજાની ફરીયાદ ઉપરથી પોલીસે ગુનો નોંધીને રર જેટલા આરોપીઓ વિરૂધ્ધ કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગુનામાં ઉપરોકત ત્રણેય મહિલા આરોપીઓએ કોરોનાની મહામારીનું કારણ બનાવીને વચગાળાનાં જામીન પર છોડવા અરજી કરી હતી.

આ અરજીની સુનાવણી થતા સેશન્સ કોર્ટે ત્રણેય મહિલા આરોપીની વચગાળાની જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષી રોકાયા હતા ત્થા મુળ ફરીયાદ વતી રૂપરાજસિંહ પરમાર, મનીષભાઇ પાટડીયા રોકાયા હતાં.

(3:01 pm IST)