Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ખેડૂતો ગુન્હેગારો હોય તેવું પોલીસનું વર્તન : ચેતન રામાણીનો આક્રોશ

રાજકોટ તા. ૬ : જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ખેડૂત અગ્રણી ચેતન રામાણીએ ખેડૂતો સાથેના ગેરવર્તન અંગે આક્રોશ વ્યકત કરી આ અંગે મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે.

પોલીસ દ્વારા ખોટી પૂછપરછ કરીને હેરાનગતિ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના ખેડૂતો ખેતી કાર્ય સિવાય અન્ય કોઇ કાર્ય સાથે જોડાયેલ નથી તેમજ સીધી-સાદી જિંદગી જીવે છે ત્યારે પોલીસ તંત્રો દ્વારા ખેડૂતોને કોઇ પ્રકારની હેરાનગતિ ના થાય તેમજ ખેડૂતોને આવા-જવા માટેની સરળતા રહે જેના માટે રાજ્ય સરકાર જરૂર પડયે પોલીસ ફોર્સની મદદ માટે રેવન્યુ મંત્રી કે તલાટી મંત્રીનો સહારો લઇ ખેડૂતોની ઓળખ સચોટ રીતે થાય એવી તાકીદે સૂચના આપવી જોઇએ. અત્યારે વાવણીની સીઝન નજીક હોય તેમજ ૧૫ જૂન આસપાસ ચોમાસુ બેસી જવાનું હોય, એવા સમયે ખેડૂતોને ખેતી કામ કરવા માટે ખેતીની આગોતરી તૈયાર માટે ખેતરમાં ખાતર ભરવાથી માંડીને દવાઓ લેવા તેમજ બિયારણો લેવા ને ખેતી કામની તમામ તૈયારી માટે અત્યારે બહારગામથી આવેલા મજૂરો અહીંનું ખેતીકામ છોડીને એમના વતન જવા માટે નીકળી ગયા છે ત્યારે ખેડૂતો મજૂરો વગર પણ રવિ પાક લઇ શકયા નથી. એવા સંજોગોમાં સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો પોલીસની કારણ વગરની હેરાનગતિથી થાકયા છે. ઘણી વખત ખેડૂત જાણે ગુન્હેગાર હોય તે રીતે પોલીસ વર્તન કરે છે તે અટકાવવું જરૂરી છે. તેમ ચેતન રામાણીએ જણાવ્યું છે.

(3:01 pm IST)