Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ધરતી નો છેડો...ઘર

ઘરએ માત્ર મકાન નથી, ઘરએ માતા- પિતાના આશીર્વાદની છાયા છે, માતાના ખોળાની હુંફ છે, બહેનની લાગણીની ધૂપ છે, ભાઈના ટેકાનો સાથનું મુળ છે, પત્ની કે પતિના પ્રેમ- સ્નેહ અને સથવારાનો સૂર છે અને બાળકોના આનંદના નાદ અને કિકિયારીઓની ગુંજ છે

જીવન ને એક વિશામો જોઇયે નામ મેડવનાર ને એક સરનામું જોઇયે સમાજ ના સાજા ચૂલહા ને પેટવવા એક મેક નો સાથ જોઇયે. સુખ; દુખ હસી; ખુશી ને વ્યકત કરવા કુટુંબ, મિત્રો સાથી જોઇયે જો આ પરિસ્થિતી વિલુપ્ત થઈ ને તો માનવીની વ્યાખ્યામાથી આદિમાનવની વ્યાખ્યામાં આવી જઈએ.

પરસ્પરનો પારસપરિક અને પરિવારિક સબંધ જ માનવ ને જીવન વેતરની પાર કરવામાં હુમસફરની ગરજ સારે છે. પૃથ્વી પરના અવતારથી અંતની આ અનંત વાટ માનવી એકલો પસાર કરી નથી શકતો. સહિયારા પ્રયાસે લેણ દેણ ના સબંધે એક મેક સાથે જોડાઈ ને જિંદાદિલ જિંદગી બનાવી રહયો છે.

એક બાળક નો જન્મ થતા જ એ માતા, પિતા , કાકા , કાકી , દાદા , દાદી  અને કુટુંબ જ્ઞાતિ, સમાજ, શહેર, દેશ અને વિશ્વ નો એક અમુલ્ય દ્યટક બની જાઈ છે. આ બધુ સ્માર્ટફોન માં આવતી બાઈડિફૌલ્ટ એપ્લિકેશન જેવુ છે. વ્યકિત માટે ''ઘર''એ એના કુટુંબી જનો ની છત્રછાયા માં ઊભા રેવાનો વિસામો છે. કૂટુંબીજનો સાથેના અનંત પળો નું સંગઠન જીવન ને સફળતા એ પોચાડવા પ્રેરક બળ છે. પરંતુ આજ નો માનવી આ આધુનિકતા અને ટેકનોલોજી ના પ્રબડ યુગ માં પોતાના ઘરમાથી નિકડી અને ધીમે ધીમે કરતાં ''મકાન'' સુધી પોહચી ગયો છે અને કેટલાક મકાન થી મહેલ ની વાટ પણ લઈ ચૂકયા છે.

તમને થશે ઘર એજ મકાન એજ મહેલ એજ રહેઠાણના મિત્રો મકાન ચાર દીવાલો થી ઈટ પથ્થરોથિ બને છે. મહેલ આવા ઈટ પથ્થરોની વિશાળ હારમાળા છે જયાં વ્યકિત એક વ્યકિતનું બીજી વ્યકિત વચ્ચે નું અંતર મોટું હોય છે .  ''ઘર''એ માત્ર મકાન નથી ઘર એ માતા પિતા ના આશીર્વાદ ની છાયા છે. માતા ની ખોળા ની હુફ છે. બહેન ની લાગણી ની ધૂપ છે ભાઈ ના ટેકા નો સાથ નું મુળ છે,પત્ની કે પતિ ના પ્રેમ સ્નેહ અને સથવારા ની સૂર છે અને બાળકો ના આનદ નાદ અને કિકિયારી ઓની ગુંજ છે. ,ઘર એ કુટુંબ નું સરનામું છે. ઘર એ તમારી આ દુનિયા માં અસ્તિત્વ ની ઓડખ છે એક ઠેકાણું છે પરંતુ આજની આ દુનિયા ના લોકો પૈસા કમાવવા,નામ કમાવવા, સોહરત કમાવવા આ દ્યર ને મકાન બનાવી દે છે.                         

પ્રવ્રત્માન લોકડાઉનની સ્થિતિ એ આજ દરેક માનવી ને એના ઠેકાણે પોહંચાડિયો છે.  કોરોના ના  કહેરે પણ દરેક ના કુટુંબ ને પૂર્ણ રૂપે સાકાર કર્યું છે એટલે ''કોરોના''નો એક રીતે આભાર વ્યકત કરવો ઘટે.

એક વાકય મોટા ઉધ્યોગપતિ નું કહેવાનું છે કે 'કોરોના ના કારણે હું આજ મારૂ આખું ઘર પહેલી વાર જોઈ શકયો છું. મિત્રો આ વાકયજ ઘર અને મકાન મહેલ ની વ્યાખ્યા સાબિત કરવા પૂરતું છે ને ?

આજ જયારે માનવી પાંજરે પુરાયો છે ત્યારે તેને પોતાના અસ્તિત્વ નો ખરો અર્થ માલૂમ પડયોજ હસે એમાં શંકા ને સ્થાન નથી. આજે બાળકો ને દાદા દાદી સાથે રમવાનો અને માતા પિતા સાથે કુદવાનો આનંદ મળી રહ્યો છે દરેક મકાન આજ દ્યર માં પરિણામ્યા છે.  દાદા દાદી ના બહોડા અનુભવો  ની વાતો અને વાર્તા ઓ, મમ્મી પપ્પા ના બચપણ ની રમતો નો વારશો નવી પેઢી ને મળી રહ્યો છે અને ખાસ મહત્વ નું તો એ કે લોકો બાળકો સાત્વિક ભોજન તરફ વળી રહ્યા છે. પિઝા બર્ગર ને તો જાણે કોરોના ભરખી ગયો. બાળકો અને માતા પિતા દરેક ને ઈશ્વર ની બંદગી કરવાનો આજ ભરપૂર સમય મડયો છે . લોકો ભલે ને સમય ને પસાર કરવા પણ ચોપડી ઓ નો સહારો લે છે. મોબાઇલ ટીવી ના અતિરેકે માનવી ને ''પ્રકૃતિ તરફ પાછા વળો'' ના સૂત્ર ને અપનાવ વા મજબૂર કર્યો છે . આજ ભયંકર મહામારી ની વચ્ચે પણ જિંદગી ઓ બેફામ ખીલી છે . આજ એક યંત્રમાનવી ફરી મંત્રમાનવી બની અને દ્યર તરફ પાછો વળયો છે કેમ કે ધરતી નો છેડો..........?

પાર્થઉવાચ

''પંખી પસારે માળો ને વનરાજ પસારે બોળ 

ઘર,મકાન ,મહેલ ની માનવી ની હોળ''

(2:57 pm IST)