Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાંથી ૭૦૦ પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવામાં આવ્યા

પોલીસે ૧૫ સીટી બસોની વ્યવસ્થા કરી રેલ્વે સ્ટેશને પહોંચાડ્યા

રાજકોટઃ કોરોના મહામારીને કારણે લોકડાઉનના બે તબક્કા સુધી રાજકોટમાં જ કારખાના કે બીજી સાઇટ પર રોકાઇને સમય પસાર કરનારા પરપ્રાંતિય મજૂરોને હવે તેમના વતન મોકલવા કલેકટર તંત્રએ વ્યવસ્થા કરતાં અને ખાસ ટ્રેન શરૂ કરવામાં આવતાં આજે સવારે ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્તારોમાંથી ૭૦૦ મજૂરોને  વતન જવા મંજૂરી મળી હોઇ આ તમામની નોંધ કરી એસીપી એચ. એલ. રાઠોડ, ભકિતનગર પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ સહિતે  તમામને સવારે રેલ્વે સ્ટેશને પહોંચાડવા ૧૫ સીટી બસોની વ્યવસ્થા કરી હતી. ગાજીપુર, બલરામપુર, ગોંડા, બલિયા સહિતના જીલ્લાના આ મજૂરો છે.

(1:02 pm IST)