Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

આજીડેમ ચોકડી ૧૦ દિવસ પહેલા'હિટ એન્ડ રન'માં ઘાયલ થયેલા અજાણ્યા યુવાનનું મોત

સારવાર વખતે પોતાનું નામ અનવરભાઇ અને સુરતના રહેવાસી જણાવ્યું હતું: વાલીની શોધ

રાજકોટ તા. ૬: આજીડેમ ચોકડીથી દરગાહ વચ્ચેના સર્વિસ રોડ પર ૨૪/૬ના રોજ સાંજે આઠેક વાગ્યે ચાલીને જઇ રહેલા એક યુવાનને કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગીજતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ વ્યકિતએ જે તે વખતે પોતાનું નામ અનવરભાઇ (ઉ.૪૦ ) હોવાનું તેમજ સુરતના રહેવાસી હોવાનું કહ્યું હતું. સારવાર દરમિયાન આ વ્યકિતનું મોત નિપજ્યું છે. મૃતકે રાખોડી કલરનો શર્ટ અને તુટેલી ખાખી ચડ્ડી પહેરી હતી. તેમજ સુન્નત કરાવેલી હતી. મૃતકના કોઇ વાલીવારસ મળ્યા નથી તેમજ ઓળખ થાય તેવી ચીજવસ્તુ મળી નથી. આજીડેમ પોલીસે આ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા સ્વજન હોય તો એએસઆઇ એન. એમ. ચાવડાનો મો. ૯૮૭૯૮ ૫૫૪૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:00 pm IST)