Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

મુંજકામાં પોલીસને ફૂલડે વધાવતાં ગ્રામજનો

કોરોના મહામારીમાં લોકોને ઘરમાં રાખવા અને સંક્રમણથી બચાવવા લોકડાઉનનું  પાલન કરાવવા સતત કામગીરી કરતી પોલીસનો ઉત્સાહ મુંજકા ગામના રહેવાસીઓએ વધાર્યો હતો. એસીપી પી. કે. દિયોરા, યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી સહિતની ટીમ મુંજકા ફૂટ પેટ્રોલીંગમાં જતાં કોરોના વોરિયર્સ સમાના આ સમગ્ર ટીમનો ઉત્સાહ વધારવા ગ્રામજનોએ સાથે મળી થાળી વગાડી સન્માન કર્યુ હતું તેમજ ફૂલ વરસાવ્યા હતાં. મહેશભાઇ બોરીચા, પ્રવિણભાઇ સેગલીયા, કાથડભાઇ સેગલીયા, વિનુભાઇ મિયાત્રા, મનુભાઇ સેગલીયા, રમેશભાઇ હુંબલ, રાજેશભાઇ સેગલીયા, સંજયભાઇ બોરીચા તેમજ ગામના બહેનોએ પોલીસનો ઉત્સાહ વધાર્યો હતો. પોલીસે પણ ગ્રામજનોનો પોલીસને સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. તેમજ લોકોને લોકડાઉન-૩ દરમિયાન ફરજીયાત માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ બીનજરૂરી રીતે બહાર ન નીકળવા માઇકથી સમજ આપી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:04 pm IST)