Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કાલે વણજોયુ મુહૂર્ત અખાત્રીજઃ પરશુરામ ભગવાનનો જન્મોત્સવ

સમુહલગ્નો,વેવિશાળ,નવી વ્યાપારિક પેઢીઓનુ ઉદ્દઘાટન સહિતના કાર્યક્રમોઃબ્રહ્મસમાજ દ્વારા ગામે ગામ શોભાયાત્રા

રાજકોટ તા.૬: કાલે અખાત્રીજ એટલે વણજોયુ મુહુર્ત આ દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા અનેક માંગલીક અને શુભકાર્યો કરવામાં આવશે.

અખાત્રીજ એટલે પરશુરામ ભગવાનનો જન્મોત્સવ આ દિવસે બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

અખાત્રીજ નિમિતે કાલે સમુહ લગ્નોત્સવ, પારિવારિક લગ્નો, નવી વ્યાપારિક પેઢીઓનુ ઉદ્દઘાટન સહિત અનેક કાર્યક્રમો વણજોયા મુહુર્તમા યોજાશે.

ઉપલેટા

ઉપલેટાઃ અહિંના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રદિપભાઇ જોશીએ જણાવ્યુ છે કે કાલે તા.૭ને મંગળવારે ભગવાન પરશુરામની જન્મ જયંતિ હોય સાંજના ૪:૩૦ વાગ્યે ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોકત વિધીથી શસ્ત્ર પુજન પરશુરામ દાદાનું પુજન અને ત્યારબાદ શહેર અને તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના ભાઇ બહેનો આગેવાનો યુવાનોની વિશાળ હાજર સાથે એક ભવ્ય શોભાયાત્રા નિકળશે જે શહેરના મુખ્ય મુખ્ય માર્ગો ઉપર ફરી બ્રહ્મ સમાજ ભવન ખાતે પહોંચશે જયા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે તો દરેક બ્રહ્મ પરિવારોએ સહપરિવાર શોભાયાત્રામાં જોડાવા એક યાદીમાં જણાવેલ છે આ શોભાયાત્રામાં અન્ય સમાજના પ્રમુખો રાજકીય સામાજીક સેવાકીય શૈક્ષણીક આગેવાનો ઉદ્યોગપતીઓ વેપારીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવનીતભાઇ પંડ્યા, ચંદુભાઇ, મુકેશભાઇ પંડ્યા, જયેશભાઇ ત્રિવેદી, દિલીપભાઇ જોશી, કમલેશ વ્યાસ, હેમતભાઇ વ્યાસ, નિખલી જોશી, નિશીથ વ્યાસ સહીતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. 

ધોરાજી

ધોરાજી : ધોરાજી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આગામી તારીખ ૭ ૫ ૨૦૧૯ ને મંગળવારના રોજ ભુદેવ ના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જી ની જયંતિ ઉત્સવઙ્ગ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે તારીખ સાત ને મંગળવારે ૫:૦૦ બ્રાહ્મણ બોર્ડીંગ ખાતેથી વિશાળ શોભાયાત્રા અને બાઇક રેલી શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરશે અને ૭-૦૦ પરત બ્રાહ્મણ બોર્ડીંગ ખાતે આવી જયાં ભગવાન પરશુરામ જી ની મહા આરતી માં જોડાશે પૂજા આરતી સંપન્ન થયા બાદ સમસ્ત ધોરાજી બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

(12:13 pm IST)