Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મવડીની સ્વાશ્રય સોસાયટીમાંથી ૧ લાખનો ૩૬૦ બોટલ દારૂ ભરેલી સુમો સાથે પોરબંદરના બે પકડાયા

માલવીયાનગર પોલીસનો વહેલી સવારે દરોડો

રાજકોટઃ માલવીયાનગરના પીએસઆઇ જે. એચ. ચંપાવત તથા પીસીઆર-૨૧ના ઇન્ચાર્જ હિતેન્દ્રસિંહ સરવૈયા સહિતે મવડીની સ્વાશ્રય સોસાયટી-૧માંથી પોરબંદર હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતાં ગોપાલ રતનશીભાઇ પોસતરીયા તથા હેમંત ગોપાલભાઇ પોસતરીયાને સુમો ગાડીમાં રૂ. ૧,૦૮,૦૦૦ના ૩૬૦ બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં. પોલીસે દારૂ, ગાડી, બે મોબાઇલ ફોન મળી રૂ. ૬,૧૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં ટીમે વહેલી સવારે પોણા ચાર વાગ્યે પેટ્રોલીંગ દરમિયાન આ કામગીરી કરી હતી.

(12:16 am IST)