Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

વિદેશી દારૂના દરોડામાં ત્રણ પકડાયા

બી ડિવીઝન પોલીસે કાર અને એકટિવા માંથી ૪૮ બોટલ સાથે સંદીપ અને પ્રવિણ તથા યુનિવર્સિટી પોલીસે ૧૨ બોટલ સાથે જયદીપને ઝડપી લીધો

રાજકોટ તા.૬: શહેરના પેડક રોડ પાણીના ટાંકા પાસેથી એકટિવામાંથી દારૂની ૩૬ બોટલ અનેે મોરબી રોડ સીતારામ સોસાયટી પાસેથી કારમાંથી દારૂની ૧૨ બોટલ સાથે બે શખ્સોને બી ડિવીઝન પોલીસે અને પંચાયતનગર પાસેથી દારૂની ૧૨ બોટલ સાથે પટેલ શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પેડક રોડ પાણીનાં ટાંકા પાસે બી ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.એફ. ડામોર તથા હરપાલસિંહ વાઘેલા સહિતે બાતમીના આધારે દરોડો પાડી જી.જે. ૩ કે.એન. ૨૦૬૪ નંબરના એકટિવા માંથી દારૂની ૩૬ બોટલ સાથે સંદીપ કાનજીભાઇ ઢોલરીયા (ઉ.વ.૩૮)(રહે. મોરબી રોડ રતનપર ગામ વિનાયક વિલા સોસાયટી શેરીનં.૩) ને પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં પીએસઆઇ એમ.એમ. ઝાલા સહિતે બાતમીના આધારે મોરબી રોડ કોથળા ગોડાઉન પાછળ સીતારામ સોસાયટી શેરીનં. ૬ પાસેથી જી.જે. ૩ જે.સી. ૨૦૬૬ નંબરની આઇ ટેન કારમાંથી દારૂની ૧૨ બોટલ સાથે પ્રવિણ દેવશીભાઇ ગાબુ (ઉ.વ.૩૧) (રહે. મયુરનગર શેરીનં. ૧ મફતીયાપરા)ેને પકડી લીધો હતો.

જયારે યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એમ.વી. રબારી સહિતના સ્ટાફે બાતમીના આધારે પંચાયતનગર ચોક ગાર્ડન પાસેથી જયદીપ મનસુખભાઇ વરસાણી (ઉ.વ.૨૩) (રહે. માધાપર ચોકડી ગોલ્ડન પોર્ટીકો ફલેટ નં. ડી-૮૦૨ માં ભાડે મૂળ રાજપરા તા. જામકંડોરણા)ને દારૂની ૧૨ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:27 pm IST)