Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

નાટય સ્મૃતિ વંદના, દાદાજી સુરેશભાઇ રાવલ કે નામ

જાને વાલે કભી નહિ આતે, જાને વાલે કી યાદ આતી હૈ

કૌશિક સિંધવ (તિમિર) હેમા માંડલીયા (જયોતિ) પરશુરામ દેવમુરારી (દિપક) મંજુલાબેન પરમાર (આશા) સુરેશભાઇ રાવળ (દાદાજી) અનંત જોષી (હિમતલાલ) મંજરી જરીવાલા (સરીતા) મયુર દવે (સાગર) પ્રયોગ ૮-૮-૧૯૭૧

''મહાદેવ હર...'' ''માળુ જરા જોબુ આવી ગયુ '' એમ બોલી બેઠા થઇ જતા નાટક પતાની જોડના અજોડ દાદાજી સુરેશભાઇ રાવલની વિદાયને આજ ૧૦-૧૦ વર્ષના વાયરા વહી ગયા. તેમની વિદાય આ દશકીય વર્ષે તેમના સંતાનો કુટુંબીઓ જયોતિ રાજયગુરૂ, હિના, વિરલ, હેતલ વિ. તેમજ તેમના દ્વારા નાટય શિક્ષિકા પામેલ આસીફ અજમેરી, ચેતન ટાંક તથા રાકેશ કડીયા - ત્રણ ત્રણ નાટકોની રજુઆતથી સ્મૃતિ વંદનાઙ્ગપ્રસંગથી જાણ ગુરૂ ઋણ અદા કર્યું. સુરેશભાઇનું નાટય બેનર શિવમના પતાની જોડની પણ રજુઆત વેળાએ મારા સ્મૃતિ પટ્ટ પર યાદો તાજી થવા લાગી '' અમે બધા'' સંસ્થાના સ્વ જગદીશ દવે દિગ્દર્શનમાં ૧૯૬૭/૬૮ માં ભાવનગર આ તેના ''હુ એનો વર છુ '' ના નાટકથી સુરેશભાઇ સાથે પરિચય થયો. અને તે વર્ષથી લગભગ ઘણા-વર્ષોના સમય ગાળાના તેઓના પરણ્યા છતા કુવારા ઠંડે કલેજે પતાની જોડ કોના બાપની દિવાળી,  હુ ઘેર નહિ આવુ, છતમાં છકી ગયા, નોકરી છોકરી, વકીલ સાહેબ વિફર્યા અને જીવન સાથી જેવા રંગમચીય રેડીયો તથા ટીવી મળી ૭૦ નાટકો તથા પરણેતર નામની ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો આનંદ લીધો. તેમના પતાની જોડની મારી તિમિરની ભુમિકા મારા નાટય પ્રશિક્ષથી તૈયાર થયેલ કૈરવ ભાર્ગવ આજ ભજવી રહયો છે. તેથી ગદ્ગદિત થઇ જવાય તે સ્વાભાવિક છે. સુરેશભાઇની સ્મૃતિઓને નાટકો ખાસ કરીને તેના જ નાટક ''પતાની જોડ''થી જીવંત કરનાર સૌ ધન્યવાદને પાત્ર છે. તેના સહભાગી આપણા સુરેશભાઇ આ તકે ખુબ ખુબ યાદ આવે જ તેમની હાજરી પણ અનુભવાય.. આંસુઓ પણ સરી જાય અને એટલે જ એક નિઃશાશો સરી પડે ''હમ યાદો કે ફુલ ચઢાયે ઔર આંસુ કે દિપ જલાયે ... મહાદેવ હર...

કૌશીક સિંધવ

મો.૭૩૫૯૩૨૬૦૫૧

(1:32 pm IST)