Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

કે.કે.વી. ચોક બ્રિજનું કામ આવતા મહિને પૂર્ણ થશે : આજી રીવર ફ્રન્‍ટ માટે મુખ્‍યમંત્રીનો સમય માંગતા મેયર

આજી રીવર ફ્રન્‍ટ માટે સ્‍વર્ણિમ જયંતી યોજનાના બદલે અન્‍યત્રથી નાણા ફાળવવા માંગણી

ગઇકાલે રાજકોટમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના કાર્યક્રમ વખતે મેયર પ્રદીપ ડવએ રાજકોટના પ્રશ્નો અંગે ચર્ચા કરેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૬ : મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ગઇકાલે રાજકોટની મુલાકાતે હતા તે વખતે મેયર પ્રદીપ ડવએ રાજકોટ કોર્પોરેશનને લગતા પ્રશ્નોની રજૂઆત કરેલ. મુખ્‍યમંત્રીના પ્રશ્નના જવાબમાં તેમણે કે.કે.વી. ચોક ઓવરબ્રિજનું કામ એપ્રિલમાં પૂર્ણ થઇ જવાનો આશાવાદ વ્‍યકત કર્યો હતો.

રાજ્‍ય સરકાર દ્વારા આજી રીવર ફ્રન્‍ટ યોજનાના વિકાસ માટે ૧૭૧ કરોડ પૈકી ૪૯ કરોડ ફાળવાયેલ છે. રામનાથ મંદિરના વિકાસ સહિતના કાર્યો માટે સ્‍વર્ણિમ જયંતી યોજનાના બદલે વધારાના નાણા ફાળવવાની રજૂઆત માટે તેમણે મુખ્‍યમંત્રીનો સમય માંગ્‍યો હતો. સ્‍વર્ણિમ યોજનાના નાણા આજી યોજના માટે વપરાય તો મૂળ કામમાં અસર આવે તેવી મેયરની રજૂઆત હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર આજી નદીના કિનારે વસેલું સૌરાષ્ટ્રનું મુખ્‍ય શહેર છે. આજી નદીના પヘમિ કિનારે ૫૦૦ વર્ષ કરતા વધારે પ્રાચીન અને સ્‍વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર આવેલ છે. રામનાથ મહાદેવન પ્રત્‍યે શહેરીજનો ખુબ જ આસ્‍થા ધરાવે છે. આ ઉપરાંત આજી નદી રીવરફ્રન્‍ટ પ્રોજેક્‍ટ અંતર્ગત ૧ કિ.મી.લંબાઈમાં રામનાથ મહાદેવના મંદિરને લાગુ આજી રીવરફ્રન્‍ટ પ્રોજેક્‍ટ માટે પ્રથમ ફેઇઝ માટે રૂ.૧૮૭ કરોડની સહાય રાજય સરકાર દ્વારા મળવા માંગણી કરવામાં આવેલ. જે અન્‍વયે રાજ્‍ય સરકાર દ્વારા કુલ ૧૭૧.૯૫ કરોડની ફાળવણી મંજુર કરવામાં આવી છે

(5:10 pm IST)