Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમદાવાદ જતી તમામ ટ્રેનો પ્‍લેટફોર્મ નંબર-૧ પરથી જ ફરી શરૂ કરો

રાજકોટ, તા.૬: રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખ શ્રી પાર્થભાઈ ગણાત્ર& દ્વારા મુસાફરોને વધુ સારી રેલ્‍વે સુવિધા મળી રહી તે માટે અવિતર પ્રયાસો કરવામાં આવે છે. ત્‍યારે હાલમાં રાજકોટ-સુરેન્‍દ્રનગર ડબલ ટ્રેકનું કામ પુર જોશથી ચાલી રહયું છે. જે સારી બાબત છે. પરંતુ આ કામગીરીને કારણે રાજકોટ જંકશન રેલ્‍વે સ્‍ટેશનનાં પ્‍લેટફોર્મ નંબર ૧ ઉપરથી અમદાવાદ જતી તમામ ટ્રેનોને પ્‍લેટફોમં નંબર ર અને ૩ ઉપરથી શરૂ કરવામાં આવેલ છે. જેના કારણે મુસાફરોને ખુબ જ મુશ્‍કેલીઓ પડી રહી છે. સાથો સાથ સ્‍ટોલના વેપારીઓના ધંધામાં પણ માઠી અસર પડી રહી છે.

ડબલ ટ્રેકની કામગીરીને કારણે થોડા સમય માટે પ્‍લેટફોમ નંબર ૨ અને ૩ પરથી અમદાવાદ જતી ટ્રેનો ઉપડે તો બરોબર છે. પંરતુ કાયમીના ધોરણે જો આ બન્ને પ્‍લેટફોર્મથી ટ્રેનો ઉપડે તો મુસાફરો અને વેપારીઓ માટે મુશ્‍કેલીરૂપ સાબીત થશે. તેથી આ મુશ્‍કેલીને ધ્‍યાનમાં લઈ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખ શ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા રાજકોટ રેલ્‍વે ૧૨૧૨૧૭ શ્રી અનિલકુમાર જૈન સાહેબ, મા. સંસદસભ્‍યશ્રી મોહનભાઈ કુંડારીયાજી તથા શ્રી રામભાઈ મોકરીયાજી સમક્ષ અમદાવાદ જતી તમામ ટ્રેનો રાજકોટ જંકશન રેલ્‍વે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ નંબર ૧ ઉપરથી જ ફરીથી શરૂ કરવા રજુઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બરની યાદીમાં જણાવેલ છે

(5:07 pm IST)